________________
માસં” એ આઠ દેષથી અલિપ્ત રાખીને તે તે ક્રિયાની સમાપ્તિ પર્યત શ્રી ષોડશકગ્રન્થ કથિત “નિધિ, પ્રકૃતિ, વદનગર, ઉદ્ધિ અને વિનિયોગ' એ પાંચ પ્રકારના શુભ આશય વડે અખલિતપણે સતત પોષે, તે તે સામાયિકથી માંડીને ગુરૂવંદન પયતના અનુષ્ઠાનોનાં પાલનથી નિર્જરા પણ કરે અને સદાચારનાં પાલનથી ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે. અનુછાયકના ભાવ એવા હોવા જોઈએ.”
એ સિવાય ધર્મનાં-આશ્રવ, સંવર અને બંધના અનુષ્ઠાને, જે નિર્જરાની બુદ્ધિએ કરવાથી નિર્જરામાં પરિણમતા હતા તે શાસ્ત્રોમાં–“સામાયિક, પ્રતિકમણાદિ સંવરની ક્રિયા, તપ-અભયદાન–સુપાત્રદાન–ચારિત્ર-દશવિધચકવાલ સામાચારી–વૈયાવચ્ચ વગેરે નિર્જરાની ક્રિયા, શુભભાવ-ગુરુવંદન-જિનપૂજા વગેરે નિર્જરા તથા પુણ્યાનુબંધી પુણ્યની ક્રિયા, સદાચાર–અનુકંપા વગેરે પુણ્યની ક્રિયા” ઈત્યાદિ પ્રકારે કિયાના જે પૃથગ વિભાગે પૃથક ફલવાળા બતાવેલ છે તેને બદલે તે સમગ્ર ક્રિયાઓને નિર્જરાની જ ક્રિયા તરીકે જણાવેલ હેત; પરંતુ કેઈપણ શાસ્ત્રમાં તેવું કથન નથી. અર્થાત્ કેઈપણ શાસ્ત્રમાં-નિર્જરાની બુદ્ધિએ આશ્રવ છે તે નિજર બની જાય એવું કહ્યું નથી. શાસ્ત્રમાં એમ જરૂર કહ્યું છે કે જેનાથી કર્મબંધ કે મેક્ષા થાય તેનાથી પરિણામવશાત્ કર્મબંધ કે મેક્ષ ન થાય.” જુઓ શ્રી આચારાંગસૂત્ર લોકસાર અધ્યયન ઉરેશ ૪ સત્ર ૮પની ટીકા. આશ્રવાદિની ક્રિયા નિર્જરાની બુદ્ધિએ નિર્જરા બની જતી હતી તે શાસ્ત્રકારોએ, જીવાદિ જે નવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com