________________
૮૨ એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે તેવાં સૂત્રોનાં પરમાWથી પર, મહામુનિના વિશિષ્ઠતર પંથને સામાન્ય માર્ગ તરીકે લેખાવનાર અને “મારા પ્રથમ ઘઃ 'સર્વ ધર્મમાં ચારિત્ર પ્રથમ ધર્મ–મુખ્ય ધર્મ છે.” એ શાસ્ત્રીય વાતને ઉથલાવીને ચારિત્રને બદલે આશયની મુખ્યતા જણાવનાર હોવાથી કપલકપિત ગણાય. તદુપરાંત
પ્રશનકારે કેવલ પુણ્યનું પૂછેલ નથી; પરંતુ એ સાથે નિર્જરાનું પણ પૂછેલ છે, ત્યારે તે સમાધાનકારશ્રીની ફરજ થઈ પડે છે કે પ્રકારે પૂછેલ અનુષ્ઠાને માંના જે જે અનુષ્ઠાને, નિર્જરાફલક-પુણ્યાનુબંધી પુણ્યફલક અને પુણ્યફલક હેય તે તે અનુષ્ઠાનોને તદ્રુપે વ્યસ્યા જણાવી દેવા જોઈએ. આ ફરજ ચૂકીને આ સમાધાનમાં “તે કિયાએ પુણ્યાનુબંધી પુણ્યની પિષક છે.” એમ જે આઘે–સામાન્યપણે જણાવાએલ છે, તે પૂછાએલા અનુષ્ઠાનેમાંના કેટલાક અનુષ્ઠાનેનું શાસ્ત્રમાં નિર્જરા પોષકપણું જણાવેલ છે તેનું અપક્ષાપક ગણાય. તે સમાધાનમાંને “પુન્યાનુબંધી’ શબ્દ પણ વ્યાકરણ દેષવાળે છે. “પુણ્યાનુબંધી જોઈએ.
નિર્જરાફલક ગણતી સંવર આદિની ક્રિયા, મુખ્યત્વે સંવર આદિને સાધવાના શાસ્તવિધિને લક્ષ્યગત કરીને સંવર આદિના હેતુઓ આત્મસાત બને તેવા વૃદ્ધિગત અધ્યવસાય પૂર્વક કરવાની હોવાથી તે સાધના, સંવર આદિની બુદ્ધિથીજ કરવાની હોય છે, નિર્જરાની બુદ્ધિએ કરવાની હોતી નથી. નિર્જરા તે સંવરની ક્રિયાનું ફલ છે. ફલની બુદ્ધિએ કેઈપણ ક્રિયા કરવાને જૈનશામાં નિષેધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com