________________
અને બીજાના શરીર પર મેહન થાય. વેરાગ્યજનકયા ભવ-વૈરાગ્યરૂપ આ વિરક્તિ બીજાની સેવા-સુશ્રષામાં તે બાધક બને જ નહિ. “સામવત્ સર્વભૂતેષુ” અથવા “કૌન સર્વત્ર રત રત योऽर्जुन! । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥" એ ગીતક્ત મહાવાક્યર્થને સમજનાર આત્મહિતૈષી સર્જન બીજાની સેવામાં પરેપકારપ્રવૃત્તિમાં આત્મકલ્યાણ જ જુએ છે અને એમાં સહર્ષ પરાયણ રહે છે. બાકી મેહબલને ખંખેરવા સારુ શરીરના અશુચિત્વને ખ્યાલમાં રાખવું જરૂરી છે. કાચ કે માટીનાં પાત્ર સારાં કે જેમાં દૂધ વગેરે પેય અને ભેજ્ય ચીજો સુરક્ષિત રહી શકે છે, જ્યારે શરીરમાં સારીમાં સારી ચીજ નાંખીએ કે તરત જ ગંધાઈ ઉઠે છે. શરીરની આ હાલત છે-માટી કરતાં પણ નપાવટ. આવા અશુચિપૂર્ણ અને નાશવન્ત શરીર પર મહાન્ત બની આત્મસ્વરૂપને ભૂલી જવું એ પિતાના કલ્યાણ-માર્ગને ખેદી દુઓની ખાડી તરફ ધસતા જવું છે. આત્મા શરીરને કહે છે. ભાઈ, તારા લાલન-પાલનમાં મેં મારા અનન્ત ભવ અર્પણ કીધા, હવે તું એક ભવ તે મારા કાર્યમાં મદદગાર થા. ત્યારે શરીર “ઉં હું” કરે છે–ના પાડે છે. મહામહદશાની આ આલંકારિક વાત છે. પણ ખરી વાત એ છે કે, જે શરીરવડે અજ્ઞાની, સંસારનાં બીજેને પોષે છે, તે શરીરવડે જ્ઞાની અથવા વિવેકી સજન એ બીજેને સુકવી નાખે છે. મૂળ વાત દષ્ટિશોધનની છે. દષ્ટિનું શોધન થતાં આત્મહિતનો માર્ગ બરાબર સમજાય છે, અને એ સ્થિતિમાંથી કલ્યાણ-માર્ગનું આરાધન શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com