________________
નહિ જ. શાન્તપણે, સભ્ય રીતે ઠપકાનાં બે વચન કહેવાથી સામાને જે અસર થશે તે ક્રોધ કરવાથી નહિ થાય. ક્રોધ તો કજીયાનું મૂળ છે, પ્રીતિને નાશક છે અને અશાન્તિનું ઘર છે. ક્રોધી પ્રકૃતિને લીધે જેની તેની સાથે વૈર બંધાય છે; અને એથી વખતે વખત બહુ ખમવાનું આવી પડે છે. કયારેક તે સામાની ભૂલ પર મૌન ધારણ કરી લેવાથી વધુ સારું પરિણામ આવે છે, ઘણું ખરી બાબતે વિષે આંખ આડા કાન કરવા પડે છે-કેટલીક બાબતોને જતી કરવી પડે છે. ક્રોધી સ્વભાવને માણસ પોતાના ક્રોધીપણાને લીધે લેકમાં બહુ અળખામણ થઈ પડે છે, અને
જ્યાંત્યાં બદનામ થાય છે-ભંડાય છે. આગ ઉપર જેમ પાછું ખદખદે, તેમ ક્રોધથી માણસનું લોહી ખદખદી ઉઠે છે, અને એ સ્થિતિ આરોગ્યને બગાડનારી છે વાંકમાં આવનાર નોકરને શાન્તિથી સમજાવીએ, અથવા શાન્તિથી સમુચિત શબ્દોમાં ઠપકે આપીએ; પણ કોધથી ભડકવું એમાં લાભ નથી. સામાને પ્રેમ કે આદર પ્રેમથી કે સૌજન્યથી મેળવી શકાય છે, ક્રોધથી તે કામ કેવળ બગડે છે. વારંવાર ભૂલ કરનાર નેકર પર જ્યારે અસન્તોષ વધી પડે તે તેને રજા આપવી, પણ ક્રોધરૂપી આગથી તપવાની શી જરૂર? સામાના વાંકે આપણે પોતે ક્રોધની આગમાં બળવું એ કયાંનું ડહાપણ ઘણું ઘણું કામ મનની શાન્તિ ગુમાવ્યા વગર થઈ શકે છે, પણ માણસ સાધારણ વાતમાં પણ અધીરો અને ઉતાવળે બની જઈ ક્રોધને શિકાર બને છે અને બાજી બગાડી મૂકે છે. ન્યાયાધીશ ગુન્હેગારને ફાંસીની સજા પણ શાન્તપણે ફરમાવી શકે છે, તે આપણે આપણે અસત્તેષ કોધ વગર શું ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com