________________
૨૨
માં (ધર્મની) એકતા જે સમજાઈ જાય તે સાંપ્રદાયિક વ્યાહ યા ધર્માન્યતાને ઉન્માદ શમી જતાં વાર ન લાગે. ભિન્ન ભિન્ન રીતિરિવાજેથી, ભિન્ન ભિન્ન કર્મકાંડે અથવા વિધિવિધાનથી જુદા જુદા દેખાતા સંપ્રદાયમાં ધર્મ ચીજ, જેમાં જુદાં જુદાં માટલાઓમાં થી એક છે તેમ એક જ છે, અને તે સત્ય, સંયમ અને સેવા. આમાંની એક પણ ચીજને કઈ મજહબ કે કેઈ સંપ્રદાય ઇન્કાર કરી શકે તેમ છે કે? નહિ જ. આ તત્વત્રય બધાએ ધર્મોનું સરવ (Essence) છે. આમ જ્યારે બધા સંપ્રદાયમાં ધર્મ એક છે, તે પછી સંપ્રદાય નોખા ખા રહ્યા તે છો રહ્યા, એમાં હરકત શી? સંપ્રદાયનું વૈવિધ્ય જેમ કિયાડે અથવા વિધિવિધાનેથી છે, તેમ દાર્શનિક વાદોથી પણ છે. વૈતવાદ, અદ્વૈતવાદ, ક્ષણિકવાદ, ઈશ્વરવાદ વગેરે વાદથી પણ જુદા જુદા સંપ્રદાય રચાયા છે. પણ કર્મકાંડે અને દાર્શનિક વાદથી ચાહે ગમે તેટલી ભિન્નતા સંપ્રદાયમાં હોય, પણ ઉપર કહ્યું તેમ, એ બધાં
મકાનો” માં ધર્મરૂપી માલ તે એકસરખે છે.
વિશાલ દષ્ટિને ધર્માથી પિતાનાજ “વાડા” માં પૂરાઈ ન રહેતાં ધર્મના વિશાલ બજારની મુલાકાત લ્ય, અને કેઈને પણ સારો “માલ” જણાતાં તેને સહર્ષ ગ્રહણ કરે. પિતાના સંપ્રદાયના સાધુઓ પણ જે દુશીલ હોય તે તેમને ત્યાગ કરી દે, અને બીજા સંપ્રદાયના પણ સુશીલ, ચારિત્રસમ્પન અને સમભાવશાલી સાધુને વેગ મળી જાય તે તેના સત્સંગને ખુલ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com