________________
(વાડાબંદીની) વૃત્તિને પોષવી અનુચિત છે. ક્રિયાકાંડ કે રીતિરિવાજના ભેદે જોઈ ભડકવાનું નથી. ભેદ તે જગતને પ્રકૃતિસિદ્ધ નિયમ છે. જગત એટલે જ વૈચિય. વિચિત્ર પ્રકૃતિને સમૂહ
એનું નામ જગત. રુચિનું વૈચિત્ર્ય કેણ નથી જાણતું ? પાત્રો અને ભેજ્ય ચીજે ભિન્ન ભિન્ન હોવા પર કઈ વાંધો લે છે? નહિ જ, પછી કર્મકાંડ કે વિધિવિધાનના ભેદ ઉપર અણગમે લાવવાને હોય? આપણે બે હાથ ભિન્ન નથી? આપણાં અંગેપગે જુદાં જુદાં નથી? માટે ભેદ એ કંઈ વાંધાવાળી વસ્તુ નથી. માત્ર જરૂરનું એટલું જ છે કે, ભિન્નતામાં વિરુદ્ધતા ન આવવી જોઈએ. આપણું બન્ને હાથ જે પરસ્પર વિરુદ્ધ થઈ જાય અને એક-બીજાને સાફ ન કરે તે બન્ને ઉપર મેલનાં થર બાઝી જાય અને આખરે બનેને સડવાનો વખત આવે. આમ ભિન્નતામાં જ્યારે વિરુદ્ધતાનું વિષ રેડાય છે ત્યારે તે ઘાતક બને છે. સંપ્રદાય એક મૂળ તત્વની શાખાઓ છે, ભિન્ન ભિન્ન રીતિ-પદ્ધતિના શિક્ષણની લે છે અથવા જુદા જુદા માલભરેલા ઓરડા છે એમ માની ચાલીએ તે કયાં વધે આવે છે? આથી પ્રજાકીય સૌમનસ્ય કેવું સુન્દર સધાય? આથી ખરેખર લોકજીવન ઘણું ઘણું કલેશમાંથી ઉગરી જઈ પિતાની સુખ-શાંતિ બહુ સારા પ્રમાણમાં સાધી શકે.
એક કાર્યની નિષ્પત્તિ જેમ જુદાં જુદાં ઉપકરણેથી થઈ શકે છે, તેમ ધર્મનું સાધન પણ જુદા જુદા વિધિવિધાનથી અથવા ભિન્ન ભિન્ન કર્મકાંડથી થઈ શકે છે. આમ (કર્મકાંડેની) ભિન્નતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com