________________
૪૫
જ્યારે એક મનુષ્ય મ૨ણુ પામે છે, ત્યારે તેઓ આ જગતમાંથી પોતાને વાસ ઉઠાવી મિનેઈ માર્ગમાં પ્રવેશ કરે છે. જેઓએ નિરદેષ ગેસ્પદેની કતલ કરી હય, ને તેને ભક્ષ કર્યો હોય, તેવાં સ્વાને દોજખના પહેલા તબક્કા પર જાગૃત થતાં પોતાને વિપત્તિમાં સપડાયલા જુએ છે;
જ્યાં હજારો પ્રાણીઓ થર થર ધ્રુજતાં ને રડારડ કરતાં દીઠામાં આવે છે. આ કમકમાટ ભર્યો દેખાવ જોઈ તે સ્વાન પિતાને દુ:ખી માને છે.
ત્યારે જે પેલી અવનિમાં સુખી થવું હોય તે જીંદગીમાં દયા ભાવ પ્રાપ્ત કરી પ્રાણું કે જનાવર પ્રત્યે યા કુલે સજીવ ને નિર્જીવ ચીજો પ્રત્યે માયાથી વર્તવું. કારણ આ સદગુણ છેવટે સ્વર્ગને સ્વાદ ચખાડે છે. નહિંતર યાદ રાખજો કે જે ચીજને આપણે હાલ વડીએ છીએ, ધીક્કારીએ છીએ, તેજ ચીજો ભવિષ્યમાં બીજે ભવે આપણા પર તેનું વેર લેશે. એટલે આ વાક્યને અનુસરતાં બીજે ભવે મનુષ્ય પક્ષીને જન્મ લે ને પક્ષીઓ મનુષ્યના અવતારમાં જન્મ લે એમાં કશે સંદેહ નથી!
હવે જેવી રીતે ગેસ્પંદમાં બકરાને કાપી, બકરીને જીવતી રહેવા દે છે, તેમ મરઘા મરઘીના બાબમાં એથી ઉલટું છે. કારણ આ વિભાગમાં મરઘીને કાપી મરઘાને રહેવા દે છે. આ રૂઢીને પણ નાશ કરવો જોઈએ, કારણ જેટલા પ્રમાણમાં ગાય-ગેસ્પદ નિરદોષ છે, તેટલાજ પ્રમાણમાં તેથી બી બલકે વધારે નિરદેષ મરઘીઓ છે. હવે મરઘી કાપી તે કાપી, પણ તેના ભવીષ્યના બાળનું પણ ખુન કરવાના આક્ષેપમાં મનુષ્ય સપડાય છે. કારણ તેણનાં ઈડાં એ તેના બાળ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com