________________
તીર્થયાત્રાએ
(૧૦) ગુરૂદેવ ! અમારા ગામ રહીડામાં સુંદર મંદિર તૈયાર થયું છે. તેની પ્રતિષ્ઠાનું મુહૂત મહા સુદ ૫ આવે છે. કૃપા કરી આપશ્રી પધારો તે અમારાં ધન્યભાગ્ય!” રોહીડાના શેઠ રાયચંદજી મૂથાએ પૂજ્ય મોહનલાલજી મહારાજશ્રીને વિનંતિ કરી.
ભાગ્યવાન ! મારાથી તે જલ્દી પહોંચી શકાય તેમ નથી. ચાતુર્માસ પછી તબીયત પણ સારી રહેતી નથી. પણ મારા શિષ્ય શ્રી યશોમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિને જરૂર મોકલીશ. તમે ખુશીથી તૈયારી કરે.” ગુરૂમહારાજે સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com