________________
| ૨૦
જિનહિરારિ જીવન-પ્રભા
નથી કર પછી અભ્યાસ પણ ન થાય અને ધ્યાનમાં પણ શાંતિ ન રહે.” - “ગુરૂદેવ ! આજ તે બીજે અમ શરૂ કરે જ છે. મને પહેલે અઠ્ઠમ જરા પણ લાગ્યું નથી. બીજા અઠ્ઠમા માટેનું પણ એક કારણ છે. કૃપા કરી મને આજ્ઞા આપે.” રામકુમારે પ્રાર્થના કરી. '
રામકુમાર ! શું કારણ છે બેટા! હું જોઈ રહ્યો છું. તારા મુખાવિંદમાં હું તેજસ્વી આત્મા જોઈ શકું છું. અડ્ડમ હેવા છતાં તે ખૂબ પ્રસન્ન છે. હું બીજા અઠ્ઠમની આજ્ઞા તે આપું પણ મને કારણે તે કહીશ ને!
ગુરૂદેવ! મારી સાધના ફળી છે. હું સવારના બે વાગે ઉઠીને “વીર ઘંટાકરણજીની સાધના કરું છું. તેમાં હું એ તે લીન થઈ જાઉં છું કે મને આસપાસનું ભાન પણ નથી રહેતું. કાલે અઠ્ઠમને છેલ્લે દિવસ હતો. હું ધૂપ દીપના પમરાટ વચ્ચે “વીર ઘંટા કરણજીની છબી સામે ધ્યાનસ્થ હતે. મને પ્રકાશનો ભાસ થયો અને મારાં ચક્ષુઓ ખેલું છું ત્યાં તે બાળ સ્વરૂપે “વીર ઘંટાકરણજી ના દર્શન થયાં. મારા શિર પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને તરત જ અંતર્ધાન થઈ ગયા. તેથી જ બીજે અઠ્ઠમ કરવા ભાવના જાગી અને મને અઠ્ઠમ કર્યો છે તેને ખ્યાલ પણ નથી. મારા અંતરમાં ઉજાસ છે. મારા આનંદને પાર નથી. હું મારા અહોભાગ્ય માનું છું.” રામકુમારે મંત્રસિદ્ધિની વાત કરી. -- “બેટા! તું ખરેખર બડભાગી છે. તારા આત્મા નિર્મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com