________________
સાધના
જાપમાં એવા તે મગ્ન બની જતા કે બે કલાક કયાં ચાલ્યા ગયા તેનો ખ્યાલ પણ રહેતે નહતો. સવારના પ્રાતઃક્રિયામાં પણ પાછા સાવધાન હાય, અભ્યાસ તે ચાલુજ અને યતિવર્યની સેવા પણ ચૂક્તા નહિ.
જેમ જેમ જાપ ચાલતું હતું તેમ તેમ રામકુમારને આત્મા પ્રફુલ-પ્રસન્ન અને પ્રભાવિત રહેતા હતા. ચહેરા પર લાલી ચમકતી. ખાવાપીવાની પરવા નહોતી. અઠ્ઠમ અને ઉપવાસ-એકાશન ચાલુ હતાં. દિનપ્રતિદિન કેઈ દિવ્ય તિ પ્રકાશના કિરણે વેરતી હોય તેમ ઝાંખી થતી અને એ દિવ્ય
તિના દર્શનની ઝંખના વધુ ને વધુ ચિંતન-મનન ને આત્મધ્યાન તરફ પ્રેરતી.
આજ અખંડ જાગરણ હતું. મંત્રને સાક્ષાત્કાર કરવાની તાલાવેલી હતી. સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી “વીર ઘંટાકરણજીની મૂર્તિની વાસક્ષેપની પૂજા કરી, દીપકની જવલંત
ત અને ધૂપના પમરાટ વચ્ચે મહાયોગી બેઠા હોય તેમ ધ્યાન મગ્ન બની ગયા. ચાર કલાકના અખંડ જાપ પછી ચમત્કાર થયો. ચક્ષુ ખેલતાં જ બાજુમાં વીર ઘંટાકરણજી પિતે હાજરાહજુર હોય તેમ મહા તેજસ્વી પ્રભાપુંજ બાળક જોઈને રામકુમારજી ચક્તિ થઈ ગયા. લાંબા કેશ, લાલ કર્યો અને પ્રકાશના કિરણે વેરતું મુખાવિંદ જોઈને “વીર ઘંટા. કરણજીના બાળ સ્વરૂપને વંદન કર્યું. બાળકે પોતાના રમણીય લાંબા હાથેએ આશીર્વાદ આપ્યા ને તુરત જ અંતર્ધાના થઈ ગયાં.
બેટા ! આજ તે અઠ્ઠમનું પારણું કરી લે. બીજે અઠ્ઠte
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com