________________
પ્રતાપી ગાદી
? ૧૧ :
ઉપાશ્રયના જે જે લાગા-કર રાજદરબારમાં તથા રાજ્યની રયતમાં ચાલુ થયેલા તે લાગા પણ આજ સુધી ચાલુ રહ્યા છે.
આ પ્રતાપી પતિવની પરંપરામાં યતિવર્ય શ્રી પુનમચંદજી, શ્રી ચીમનરામજી તથા શ્રી ડુંગરમલજી નામના ત્રણ ગુરૂભાઈઓ થયા. તેઓ પણ ઉપરોક્ત યતિત્રયની માફક ધર્મશાસ્ત્ર તથા તિષ વૈદ્યક અને શાસ્ત્રમાં પ્રવીણ હતા અને જૈન સમાજ તથા જૈનેતર વર્ગમાં સુપ્રસિદ્ધ હતા.
યતિશ્રી ચીમનરામજીને બાળક રામકુમારની તેજસ્વી મુખાકૃતિ, વિશાળ લલાટ તથા સુદ્રઢ શરીર તેમ જ જોતિષ દ્રષ્ટિએ સર્વોત્કૃષ્ટ રેખાઓ જોઈને રામકુમાર તરફે સ્વાભાવિક મમતા જાગી. બપોરના આવે ત્યારે બાળક રામકુમારની મનોકામના જાણી લેવા નિર્ણય કર્યો.
રામકુમારના મનમાં પણ વિદ્વાન-પ્રભાયુકત, શાંત અને મધુર ભાષી તિવર્યને જોઈને આકર્ષણ થયું. આવા ગુરૂવર્ય પાસે રહેવાની તક મળે તે મારી અધ્યયનની તમન્ના પૂરી થાય. હું તીર્થયાત્રાઓ પણ કરી શકું. મારા જીવનને વિશેષ ઉજવળ બનાવી શકાય.
બનેના વિચારોમાં એક બીજા પ્રત્યે મમતા જાગી અને દૈવી સંકેત હોય તેમ પ્રથમ મિલને પરસ્પર આકર્ષણ થયું.
સાહેબ! મારી ભાવના અભ્યાસ માટે છે. આપશ્રીના ચરણમાં મને રાખે, હું આપને જીવનભરને કણ બની રહીશ.” રામકુમારે પોતાની અભ્યાસની ઝંખના રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com