________________
: ૧૦ ?
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
યતિથીએ મંગલિક સંભળાવ્યું. યતિશ્રીની વિદ્વતા, સરળતા, પ્રભા અને પ્રેમભાવનાથી શામકુમાર પ્રભાવિત થયે અભ્યાસની ભાવના જાગી ઊઠી અને જે યતિશ્રી રજા આપે તે ત્યાં જ રહી જવા વિચાર ઉદ્ભવ્યો. યતિશ્રી પણ આ તેજસ્વી કુમારના સુલક્ષણે જેઈને આકર્ષાયા. બન્નેના ભાવેનું એકીકરણ થયું. ભેજનો સમય થઈ જવાથી કાનમલજીએ રજા લીધી. બપોરના ફરી મળવાનું જણાવી બધા છુટા પડ્યા.
રાજપૂતાના બીકાનેર રાજ્યના ચુરૂ શહેરમાં શ્રી બૃહતું ખરતરગચ્છની મોટી ગાદી હતી. શ્રી પૂજ્યજીની આજ્ઞાનુસાર થતિવર્ય શ્રી ઈસરચંદજી, ખેમચંદજી તથા જીવણરામજી નામના ત્રણ ગુરૂભાઈઓ રહેતા હતા. એ ત્રણે ગુરૂભાઈઓ યતિવર્યોના આચારવિચારોથી વિભૂષિત હતા ઉપરાંત વૈદ્યક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા. ધર્મોપદેશ આપવાની શક્તિ પણ સારી હોવાથી જૈન જૈનેતર તેને લાભ લેતા. ખાસ બીકાનેર નરેશ તરફથી તેમ જ સરકારના રાવરાજા તરફથી તેઓશ્રીને કેટલાં એક ગામો બક્ષીશ આપવાની કેશિષ કરવામાં આવી હતી પરંતુ તેઓશ્રી સેવાભાવી તથા શાંતિપ્રિય હોવાથી તે ઉપાધિમાં નહિ પડતાં તે બન્ને રાજવીઓને ધર્મોપદેશ આપીને પર્યુષણ પર્વના આઠ દિવસ તેઓના રાજ્યમાં કેઈપણ માણસ જીવહિંસા ન કરે તેમજ બેબી, રંગારા, હજામ, ભાડભૂંજા, ઘાંચી, માચી, તેલી તંબલી અને કંઈ વગેરે આરંભ સમારંભના કાર્યો બંધ રાખે તેવી રાજ આજ્ઞા કરવામાં આવી અને તેને અમલ વર્ષોથી આજસુધી અને રાજ્યમાં ચાલુ છે. ઉપરાંત તે બંને રાજ્યમાં યતિત્રયના ઉપદેશથી જૈન મન્દિર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com