________________
પ્રતાપી ગાદી
ખૂબ આનંદથી ભાતભાતના ભેજન જમાડવા અને મહેમાનગતિમાં જરાપણ ખામી ન આવે એ રીતનું વર્તન એ રામકુમારને મન આશ્ચર્યની વાત હતી, આવી જાતના પ્રેમ સંબંધની રામકુમારના બાળ મન પર ઊંડી છાપ પડી અને રામકુમાર જૈન સમાજને ભાગ્યશાળી સમાજ માનવા લાગ્યા.
ગુરૂ શહેર તે નાનું ગણાય પણ જૈન ભાઈઓ સુખી અને સંતેષી હતા. ઘણેખરો વ્યાપાર પણ જૈનોના હાથમાં જ હતે. ધર્મભાવના પણ સુંદર હતી. ઘેરઘેર દસદસ, વસવીસ ગાયોભેસે તે હોય જ અને તેથી રવચ્છ દુધ-દહીં ઘી-છાશ વગેરેની વિશેષ અનુકૂળતા હતી. બાળકે સુદઢ અને કાંતિવાળા હતા. સ્ત્રીએ પડદામાં રહેતી પણ ધર્મભાવને વિશેષ હતી.
મથ્થણવંદામિ !” કાનમલ શેઠે યતિશ્રીને વંદણા કરી. ધર્મલાભ” યતિશ્રીએ ધર્મલાભ આપે. “સાહેબ! ઘણા વખતથી આપના દર્શનની ભાવના હતી પણ ગૃહસ્થીના કામમાંથી છુટાય ત્યારે આવી શકાય, વચ્ચે દુકાનનું કામ પણ વધ્યું તેથી નીકળાયું નહિ.” શેઠ કાનમલજીએ ખૂલાસ કર્યો.
આ કુમાર કેણુ છે તમારા પુત્રને મિત્ર જણાય છે ? પતિશ્રીએ તેજસ્વી કુમારને જોઈને પૂછયું.
સાહેબ ! એ બ્રાહ્મણ કુમાર છે. મારા પુત્રનો પરમ રહી છે. બ્રાહ્મણકુમાર હોવા છતાં તીર્થયાત્રાને ખૂબ શેખ છે. તેને અભ્યાસની પણ ભાવના છે. તેનું નામ રામકુમાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com