________________
: ૧૨ ઃ
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
મહારાજશ્રી ! રામકુમારના માતા-પિતા ગૌડ બ્રાહ્મણ છે. તેના પિતા કૃષિકાર છે પણ આ બાળક રામકુમાર તેજસ્વી છે. તેને વિદ્યાની પિપાસા છે. આપ તેને આપની નિશ્રામાં રાખશે તે રામકુમાર વિદ્ધાન અને યશનામી થશે” કાનમલજીએ રામકુમારની ભાવનાને પ્રદર્શિત કરી.
કાનમલજી! જ્યારથી મેં રામકુમારને જે છે ત્યારથી હું તેની મુખાકૃતિ-સુલક્ષણે અને રેખાઓ જોઈ રહ્યો છું. આ બાળક મહા ભાગ્યશાળી છે. ભવિષ્યમાં એક પ્રતિભાશાળી તપસ્વી મહાપુરૂષ થવાના બધા લક્ષણે હું જોતિષ દષ્ટિએ તેમનામાં જઈ રહ્યો છું પણ તેના માતા-પિતા રામકુમારને રજા આપશે !”
સાહેબ! તેમના માતા-પિતા તે બહુ સરળ અને સૌમ્ય પ્રકૃતિના છે. રામકુમારની પોતાની જ ઝંખના અભ્યાસ માટે છે. વળી હું તેમને સમજાવીશ, આપનું વચન પણ તેઓ માન્ય રાખશે આવા ભાગ્યશાળી ઉત્તમ લક્ષણવાળા સુપુત્રને યશનામી કરવા માટે તેઓ પણ બડભાગી ગણાશે.” કાનમલજીએ પોતાની સંમતિ દર્શાવી.
ગુરૂવર્ય! મારે તે આપની છાયામાં જ રહેવું છે. વિદ્યાઅભ્યાસ કરે છે. તીર્થયાત્રા કરવી છે. અને મારા આત્માનું કલ્યાણ સાધવું છે.” રામકુમારે પોતાની મક્કમ ભાવના રજુ કરી.
ધન્ય રામ! ધન્ય તારા માતા-પિતા ! ધન્ય તારી તમન્ના!P ગુરૂવચે ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com