________________
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
રામકુમારને એક મિત્ર હતું. તે બંને દેતેને ફરવાને શોખ. ખેતરોએ જાય, જંગલમાં ફરે. કેઈ દેવ-દેરૂં હોય તે પહોંચે અને જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે. તેના માતાપિતા જૈનધમી હતા. પાસેના ચૂરૂ શહેરના મંદિરના દર્શને જવાને વિચાર કર્યો અને મિત્રે રામકુમારને પણ સાથે આવવા કહ્યું, રામકુમાર તે બહાર ફરવા તૈયાર જ હતું. તેણે સાંભળ્યું હતું કે ચૂરૂના યતિજી મહારાજ ઘણા વિદ્વાન છે.
રામકુમાર જન્મથીજ ધર્મભાવના વાળ હતે. તેની અંતરની ઉંડીઉંડી એવી ઈચ્છા હતી કે ચૂરૂમાં આ વિદ્વાન યતિજી પાસે અભ્યાસ કરવાની તક મળે તે તે બેડો પાર થઈ જાય. આ ખેતરો અને મજૂરી તરફ જરાપણુ વૃત્તિ નહોતી. તે તે કઈ મહાન કાર્યને માટે સરજાયેલો હોય તેમ તેના લક્ષણે ઉપરથી જણાઈ આવતું હતું.
આ વિચારથી મિત્રની સાથે ચૂરૂ જવાનો નિર્ણય કર્યો. માતા પિતાની આજ્ઞા મેળવી અને જવાના દિવસની આતુરતાથી રાહ જેવા લાગ્યો.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com