________________
પ્રવીણ
વસમી વિદાય
(૨) માતાની તે રજા મળી ગઈ. રામકુમાર તે ચૂર જવા તલસી રહ્યો છે. પિતા તેને બહાર મોકલવા રાજી નહોતા પણ ઘર જેવો સંગાથ અને રામકુમારની માતાજીની સમજાવટથી જવાની રજા પિતાએ પણ આપી.
આવતી કાલે તે સવારમાં મારો લાડીલે રામકુમાર જશે. અરે કઈ દિવસ ગામ બહાર મોકલ્યો નથી. કાચું કેરૂં ખાવાથી કે તાપ-તડકાથી મારો રામ કુમાર બિમાર પડી જશે તો? ત્યાં કેણ સંભાળ રાખશે. મારા લાલ રામકુમાર વિના મને તે ઘરમાં સુનુસુનુ લાગશે. દિવસ આખો કેમ કરીને જશે! રામ તે રખડવાનું મળે તે ખાવાની પણ પરવા કરે તેવો નથી, શરમાળ તે એ છે કે જે મળે તે ખાઈને સંતોષ માને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com