________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
(૪૫) ૨૦૦૩ ની સાલ ચાલતી હતી. ગુરૂવર્યની તબીયમ નરમ રહેતી હતી દવા કરતાં હવાની જરૂર વિશેષ હતી. શ્રી હરિ ચંદભાઈની ભાવના ઘણા સમયથી આચાર્યશ્રીને માટુંગા લઈ આવવાની હતી. આચાર્ય શ્રી માટુંગા પધારે તે પિતાને ગુરૂ દેવની ભક્તિ અને સેવાને લાભ મળે ઉપરાંત માટુંગાના ઘણા ગુરૂદેવના ભક્તો ગુરૂદેવ માટુંગા પધારે તેમ ભાવના રાખતા હતા. એક દિવસ ગુરૂદેવને માટુંગા લઈ આવવાના નિર્ણયથી શ્રી હરિચંદભાઈ પાયધુની ગયા અને પ્રાર્થના કરી.
કૃપાળુ ! આપની તબીયત હમણાં બરાબર નથી રહેતી. અમને ચિંતા રહ્યા કરે છે. આપશ્રી થોડો સમય માટુંગા પધારે. આપની તબીયત હવાફેરથી સારી થઈ જશે. અમને આપની ભક્તિને લાભ મળશે.” હરિચંદભાઈએ પ્રાર્થના કરી.
ભાગ્યશાળી ! તમે તે હમેશાં મારી ચિંતા કર્યા જ કરે છે. તમે બને કેવાં બડભાગી છો! અમારાં શ્રાવિકા હેમકુંવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com