________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭૫ : બહેન પણ ગુરૂભક્તિમાં ઉતરે તેવાં નથી. માટુંગાથી વારંવાર અત્રે આવીને લાભ લે છે.” આચાર્યશ્રીએ દંપતીની ભક્તિને ઉલ્લેખ કર્યો.
“સાહેબ! આપની અનુકૂળતા હોય ત્યાંસુધી સ્થિરતા કરશો. શેઠ રવજીભાઈને પણ આગ્રહ છે. શેઠ બાબુભાઈની પણ ખાસ ભાવના છે. કાલેજ ત્રીજ છે. કાલે ધીમેધીમે વિહાર કરી પધારે. રસ્તામાં કેઈ તકલીફ નહિ રહે. હરિચંદભાઈએ ખુલાસો કર્યો.
હરિભાઈ! તમારી આગ્રહભરી વિનતિ સ્વીકાર્યા વિના કાંઈ ચાલશે ! હું પાંચમના વિહાર કરીને આવીશ. તમારે ત્યાં તે તમને બને કુટુંબને તકલીફ રહેશે. શેઠ રવજીભાઈના શાંતિનગરમાં અનુકૂળતા રહેશે.”
ગુરૂદેવ ! મારે ત્યાં શાન્તિસદનમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા ભાઈ ઉત્તમચંદ તે અમેરિકા ગયા છે ને ! તેમને બ્લોક ખાલી છે. બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા મોટાભાઈ કુલચંદભાઈને પણ આગ્રહ છે. કૃપા કરી શાન્તિસદન જ પધારશે. દાદર તે અમે આપને લેવા આવીશું જ
આચાર્યશ્રીની તબીયત ઘણા સમયથી નરમ રહેતી હતી. તપશ્વર્યા તે ચાલુ જ હેય. શત્રિના બે અઠ્ઠી વાગ્યે ઉઠવાનું. સવારના પ્રતિક્રમણ પછી તુરત જ ધ્યાનમાં બેસે. માંગલિક તેત્રાદિ, મંત્રાદિ પૂર્ણ કરીને પછી જ પ્રાતઃક્રિયા કરવાની.
માંદગી હોય, અઠ્ઠમ હોય કે તબીયત સારી હોય રોગ-ધ્યાન-જપ અને મંત્રાદિ કાયમ ચાલુ જ હેય. આચાર્યશ્રીની તબીયત નરમ ગરમ સાંભળી શ્રી હરિચંદભાઈ માટું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com