________________
+ ૨૭૦ છે
જિનકહિરિ જીવન-પ્રભા
ભાગ્યશાળી ! બહારથી આવનારાઓ માટે શમીયાણાતબુએથી સુશોભિત શ્રી શ્રીપાળનગર વસાવવાની વ્યવસ્થા કરવી પડશે.” આચાર્યશ્રીએ નવી સૂચના કરી.
કૃપાળુ ! આ સૂચના બહુ જ સુંદર કરી. શ્રીપાળનગર પણ ખડું થઈ જશે. હવે કૃપા કરી આપ વહેલા વહેલા પધારે” આગેવાનેએ ફરી વિનતિ કરી.
આચાર્યશ્રી શિષ્ય પરિવાર સાથે થાણુ પધાર્યા. થાણામાં આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્ય શ્રીએ આગેવાની જુદા જુદા કાર્યો માટેની સમિતિ માટે માર્ગદર્શન આપ્યું. થાણાની પ્રતિષ્ઠાની તૈયારી જોરશોરથી થવા લાગી. થાણાના મહેમાને, કાર્યકરે, સ્વયંસેવકે, ભાવિકેથી ધમધમી ઉઠયું, શ્રીપાલનગર વસી ગયું. વિદ્યુત શક્તિથી ચમક્તા હાલતા-ચાલતા શ્રી આદીશ્વર ભગવંતના જીવન પ્રસંગેના દક્ષે આબેહૂબ ખડા થઈ ગયાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા ગિરિનગર શ્રી ગિરનારજી તીર્થોની આકર્ષક રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના અતિ અદ્ભૂત બિંબ ભરાવનાર બડભાગી શ્રી નેમીદાસભાઈ અભેચંદભાઈ તથા શ્રી સંઘની વિનતિને માન આપી આચાર્યપ્રવર શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી આદિ ટુંક સમય હોવા છતાં લાંબા લાંબા વિહાર કરી મહા શુદિ એકમના દિવસે પધાર્યા. શ્રી સંઘે સુંદર સ્વાગત કર્યું.
ચૌદ દિવસને મત્સવ . મહત્સવ મંડપમાં વિવિધ પૂજા તથા રાત્રે ભાવનાઓની ધૂમ મચતી. સંગીત વિશારદે માસ્તર વસંત, ૫, દેવેન્દ્રવિજય, માસ્તર કનૈયાલાલ વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com