________________
ભવ્ય પ્રતિષ્ઠા-મહેત્સવ
૨૬૯ ૪
વિત થયેલી આ ભૂમિ પ્રાચીન અને સુપ્રસિદ્ધ છે. ખરેખર થાણા તીર્થભૂમિ બની ગયું છે. આચાર્યશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો.
ગુરૂદેવ! એ બધે યશ આપશ્રીને જ છે. આપે અમારે બાર બાર વર્ષને કલેશ શમા અને શ્રી સંઘની ઉન્નતિમાં પ્રકાશ પાથર્યો. આપે જ ભારે જહેમત ઉઠાવી પ્રેરણા આપી આપીને આ નૂતન નવપદ જીનાલય તૈયાર કરાવવા શુભ પ્રયત્ન ર્યા. આજે અમારા સદ્ભાગ્યે પ્રતિષ્ઠા મહોત્સવ થશે. હવે તે કાર્ય પણ આપશ્રીની નિશ્રામાં અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે થાય તે શ્રી સંઘને આનંદ થશે.” આગેવાનેએ ફરી વિનતી કરી.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત તે બહુ સુંદર આવ્યું છે. મહા શુદ્ધિ પંચમી-વસંતપંચમીને દિવસ મહામંગળકારી છે. થાણુને આ પ્રતિષ્ઠા મહોત્સવ તે ભવ્ય થશે. મુંબઈ તથા આસપાસના હજાર બહેન-ભાઈઓ દર્શનાર્થે ઉમટી આવશે તે તે માટે પહેલેથી બધી વ્યવસ્થા કરી રાખવાની રહેશે. પ્રતિષ્ઠાના કાર્યો અંગે તમારા આગેવાનેમાંથી એક સમિતિ નીમે અને તે પ્રમાણે કાર્ય થાય તે માટે કાળજી રાખે. શ્રી શેઠ રવજીભાઈ વગેરેની પણ સહાયતા લઈને પ્રતિષ્ઠા મહોત્સવને દીપાવે આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.
ગુરૂદેવ ! આપ થાણામાં પગલાં કરો આપના માર્ગદર્શન પ્રમાણે બધું થશે. અમારી શ્રી સંઘની ભાવના તે શ્રી આદી શ્વરદાદાના જીવનપ્રસંગેના દો ખેડાં કરવાની તેમજ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરિવિહાર ગિરનારની મનહર રચનાઓ કરાવવાની છે.” એક આગેવાને ભાવના દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com