________________
ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ
૧ ૨૭૧ :
સાંભળવા હજારો ભાઈ બહેનના ટેળેટેળાં જમા થતા હતા. મંડપ તે વિશાળ હતો છતાં ઉભા રહેવાની જગ્યા ન રહેવાથી શહેરમાં લાઉડ સ્પીકરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિયા કરાવનાર સૂરતનિવાસી શ્રીયુત બાલુભાઈની મંડળી શ્રદ્ધાભક્તિપૂર્વક દરેક કાર્યમાં હાજર રહેતી. આચાર્ય શ્રી નરદ્ધિસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીનું મિલન મધુર બન્યું હતું. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીના માર્ગદર્શન પ્રમાણે બધાં અનુષ્ઠાને થતાં હતાં.
મહા શુદિ ૪ ના દિવસે રથ, ઈન્દ્રવજા, બેન્ડવાજા, તથા સંખ્યાબંધ મોટરો તથા ઘોડાગાડીઓ વગેરે સામગ્રી સાથે દબદબા ભર્યો વરઘોડો ચડયો હતો. વરઘેડા જેવા હજારે સ્ત્રી પુરૂષો થાણાની બઝાર, અટારીઓ અને ગલીઓમાં જમા થયા હતા. ભવ્ય જીનપ્રાસાદના મુખદ્વારે હાથી ઉપર ચઢીને તેરણ બાંધવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા સમયે વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિનું દશ્ય અનુપમ હતું.
સં. ૨૦૦૫ ના મહા સુદિ પંચમી-વસંત પંચમીના મંગળ દિવસે હજાર સ્ત્રી પુરૂષને માનવ મહેરામણ ઉમટી રહ્યો હતો.
મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજની ભવ્ય તેજના અંબાર સમી જ્યોતિર્મય મૂર્તિની પ્રતિષ્ઠા રૂા. ૧૩૦૦૧) ના આદેશથી ધર્મપરાયણ માંગરોળનિવાસી શેઠ શ્રી નેમીદાસભાઈ અભેચંદ તથા તેમના અ.સૌ. ધર્મપત્ની શ્રી પ્રભાવતીબહેને અતિ ઉલાસપૂર્વક શુભ લગ્ન હજારે જયનાદે વચ્ચે કરી હતી. વિશેષ આનંદની વાત તે એ હતી કે આ ભાગ્યશાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com