________________
મધૂરાં મિલન
: ૨૪હે : ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ ભરી વિનતિ થઈ, માતર જેવા શાંત તીર્થસ્થાનમાં એક ચાતુર્માસ કરવા આચાર્યશ્રીની ભાવના થઈ પણ ખંભાતના નગરશેઠ શ્રી ચંદુલાલભાઈ આવી પહોંચ્યા અને ચૂર જતાં જે વચન આપેલું તેની યાદી આપી તેથી ખંભાતની વિનતિ સ્વીકારી આચાર્યશ્રીએ માતરની યાત્રા કરી વિહાર કર્યો. આચાર્યશ્રી ખંભાત આવી પહોંચ્યા. પાંચે જ્ઞાતિના શ્રી સંઘેએ ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
ખંભાતનું ચાતુર્માસ ધર્મઉદ્યોતથી ઉજવળ થયું. તપશ્ચર્યા પણ ઘણું સારી થઈ.
ગેલડબંદરના શા પૃથ્વીરાજજી તથા શા જસરાજજી. તથા શા કુલચંદજી તથા શા રાયચંદજી, સુરતથી શા ફકીર. ચંદ મગનલાલ બદામી તથા મુંબઈના આગેવાને આ પ્રસંગે આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. આચાર્યશ્રીની પ્રેરણાથી માણેકચોકના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર શરૂ થયો હતો તે આ ચાતુર્માસમાં પૂર્ણ થયેલ જોઈને આનંદ થયો. સં. ૨૦૦૧ નું ૫૩ મું ચાતુર્માસ ખંભાતમાં આનંદપૂર્વક પૂર્ણ થયું.
આ ચાતુર્માસમાં આનંદપ્રદ મિલન થયું તે ખરેખર મધુર અને અનુપમ હતું. શેઠ મુળચંદભાઈ બુલાખીદાસના ઉપાશ્રયે સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય શ્રી વિજયઉદયસૂરીજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજય રદ્ધિસૂરીજી ૩૫ ઠાણુ સાથે બિરાજમાન હતા. ભાદરવા શુદ્ધિ પાંચમના દિવસે રથયાત્રા નીકળી. શ્રીમાન સુરિસમ્રાટ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com