________________
૨૪૮ :
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
શિવગંજ, સિરોહી, નાંદીયા પધાર્યા. નાંદીયા તીર્થને જીર્ણોદ્ધાર માટુંગાના ધર્મનિષ્ઠ શા છગનભાઈ દેવાની ઉત્તમ પ્રેરણાથી થએલ છે. નાંદીયા મનોરમ્ય તીર્થ છે.
નાંદીયાથી ધનારી થઈને ભીમાણા તરફ વિહાર કર્યો. ભીમાણામાં દહેરાસરજી ઉપર નૂતન ધ્વજા દંડ ચડાવવાને હતે. ધનારીના શ્રી પૂજ્યજીએ મુહૂર્ત પણ કાઢી આપેલું પણ ભીમાણાના આગેવાનોની ઘણું ઘણી તપાસ છતાં કઈ ક્રિયા કરાવનાર ન મળવાથી બધા ઉદાસ હતા. હવે શું કરીશું તેમ વિમાસણમાં હતા, ત્યાં સમાચાર આવ્યા કે દીર્ઘતપસ્વી આચાર્ય પ્રવર શ્રી જીનઋદ્ધિસૂરિજી મહારાજ પધારે છે. બધાને અત્યંત આનંદ થયે. અધિષ્ઠાયક દેવે જ કૃપા કરીને બરાબર પ્રસંગે જ ગુરૂદેવને મોકલ્યા તેમ બધા ચક્તિ થયા. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. સંઘને આગેવાન શા કુઆજી જેચં. ચંદજી, શા મૂળચંદજી, શા ગોવિંદરામજી, શા ભગરાજજી, શા ભભૂતમલજી બધાએ મળીને અઠ્ઠાઈમહત્સવ કર્યો. આચાયશ્રીએ વિધિ વિધાનપૂર્વક હર્ષનાદેની વચ્ચે ઈંડું તથા દેવીકંડ ચઢાવવાની ક્રિયા કરી. આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહો.
ભીમાણાથી ગ્રામાનુંગ્રામ વિહાર કરી પાલણપુર પધાર્યા. પાલણપુરના શ્રી સંઘની ચાતુર્માસ માટે પ્રાર્થના હતી. પણ ખંભાતના શ્રી સંઘને ચૂરૂ જતાં આગ્રહ હોવાથી વિહાર કર્યો. મહેસાણુ થઈ અમદાવાદ પધાર્યા. અમદાવાદ પણ ચાતુર્માસ માટે વિનતિ થઈ પણ ખંભાત વચન આપેલું તેથી વિહાર કરી ખેડા, માતર પધાર્યા. અહીં ખેડા તથા માતરના શ્રી સંઘની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com