________________
: ૨૫૦ ?
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રમા
તેમના વિદ્વાન આચાર્ય પ્રવર, શિષ્ય પ્રશિષ્યો, સાધ્વીજીએ તથા ખંભાતના સંઘના આગેવાને, ખંભાતના દિવાનસાહેબ, અધિકારી વર્ગ, જૈન સમાજના બહેન-ભાઈઓ, જેનેતર આગેવાને બધાને સાથ જૈનશાસનની પ્રભાવના દશક જણાતું હતું. આપણાં ચરિત્રનાયક પણ સાથે જ હતા. સુરિસમ્રાટ અને આપણા ચરિત્રનાયકનું મિલન મધુર અને હૃદયંગમ હતું.
કૃપાળ ! સૂરિસમ્રાટ તથા વિદ્વાન મુનિરાજે ચાતુમાંસ બદલાવી સેવકને ત્યાં પગલાં કરે છે. મારી હાદિક ભાવના છે કે આપશી પણ તે પ્રસંગે મારે ત્યાં પગલાં કરે. અમારા કુટુંબને તેથી વિશેષ આનંદ થશે.” મૂળચંદભાઈએ આપણા ચરિત્રનાયકને ભાવભરી વિનતિ કરી.
ભાગ્યશાળી! તમારી મમતા છે તે હું જરૂર આવીશ. મને સૂરિસમ્રાટ સાથે જ્ઞાનગોષ્ટિ માટે વિશેષ તક મળશે. તેમના વિદ્વાન શિષ્યનો સંપર્ક સધાશે.” આપણું ચરિત્રનાયકે ભાવના વ્યક્ત કરી.
શ્રી મૂળચંદભાઈને આચાર્યશ્રીને વિનયથી બહુ જ આનંદ થશે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સૂરસમ્રાટ તેમના વિદ્વાન આચાર્ય તથા શિષ્ય પરિવાર તેમજ સંઘ સમુદાય સાથે માણેકચોક પધાર્યા. આપણું ચરિત્રનાયક પણ સુરિસમ્રાટને આવી મળ્યા. બન્ને આચાર્યોનું મિલન મનરમ્ય હતું. શેઠ મુળચંદ બુલાખીદાસની હવેલીમાં બન્ને આચાર્યો એક પાટ ઉપર બિરાજમાન થયેલા જોઈને બધાને ભારે આનંદ થયે. આ દશ્ય અનુપમ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com