________________
: ૨૧ર :
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
દયાસિંધુઅમે તે સાંભળ્યું છે કે તપાગચ્છને કઈ સાધુ તપગચ્છ સિવાયના કેઈ પણ ગચ્છના શ્રાવકને વ્યાખ્યાન સંભળાવી શકે નહિ એમ કેટલાક આચાર્યો માને છે અને તે માટે આગ્રહ રાખે છે.” એક ગૃહસ્થ પ્રશ્ન પૂછયે.
ભાગ્યશાળી ! પર્વાધિરાજ પર્યુષણ જે જે ગચ્છના જ્યારે જ્યારે આવતાં હોય ત્યારે ત્યારે થાય અને તે પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર આદિ વ્યાખ્યાને સંભળાવવા તેમાં પુણ્ય કે પા૫? અમારે સાધુને ધર્મ તે જેન ધમનું પાલન કરનાર અને જેને જે ખપી હોય તે તેઓને પણ ભગવાનની વાણી સંભળાવી તેઓને આત્મકલ્યાણને પંથે દેરવા તે છે. તમે તે જાણે છે તપગચ્છ, અચળગચ્છ વગેરે ગરે છે તે પછી થયા છે. વળી આજે પણ જૈનધર્મ પાળનારા વાણીયા ઉપરાંત બીજા પણ ઘણું છે. પર્યુષણ પર્વના વ્યાખ્યાને માટે તે જ્યાં જયાં અનુકૂળતા હોય ત્યાં ત્યાં અમારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. તેમાં તે હજારે આત્માઓનું કલ્યાણ છે. વીતરાગને ધમ તે જગતને અને જગતના છ માટે ખુલ્લો છે.” આચાર્યશ્રીએ સપષ્ટતા કરી.
ધન્ય ધન્ય”! બધા બેલી ઉઠયા.
હું તમને નિરાશ કેમ કરૂં! હું તમારી વાડીમાં પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વાંચવા તૈયાર છું. પરંતુ મારી પાસે બીજા એક સાધુની જરૂરત હેવાથી ઘાટકે પરથી એક સાધુને અહીં તેડાવે જેથી અમે બન્ને મુંબઈ તરફ વિહાર કરીશુ” આચાર્યશ્રીએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com