________________
પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ? “ધર્મલાભ” આચાર્યશ્રીએ ઘર્મલાભ આપે.
કૃપાળુ! આપ જાણે છે ભાત બજારમાં આવેલ શ્રી આદીશ્વર ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. બધે સરસામાન પાલાગલીવાળી મહાજનવાડીમાં ભરવામાં આવ્યા છે. જગ્યાની સંકડાશને લઈને કેઈ મુનિરાજનું ચાતુર્માસ ત્યાં રાખી શકાયું નથી પણ પર્યુષણના વ્યાખ્યાન માટે કૃપા કરે તે અમને ઘણું લાભ થશે.” કરછી વિસા ઓસવાળ આગેવાએ પ્રાર્થના કરી.
સાહેબ! એક મુનિએ આવવા હા કહી હતી પણ પાછળથી તેમણે ના કહી” એક ગૃહસ્થ સ્પષ્ટતા કરી.
દયાળુ ! આ ભાઈએ તે અમારી પાસે જ આવ્યા હતા અને તેઓને જણાવ્યું કે તમે તે બધા શ્રીમંતે-ભાગ્યશાનીએ છે. આચાર્ય મહારાજને આગ્રહભરી વિનંતિ કરી. માટુંગામાં લાવ્યા છે. તમને તે પયુંષણના અનુપમ વ્યા
ખ્યાને લાભ મળશે. પણ આપની જ જ્ઞાતીના મુંબઈના પાંચ હજાર ભાઈ–બહેનને પર્યુષણ પર્વના વ્યાખ્યાનથી વંચિત રાખવા છે? તેમાં આપની શોભા ગણાશે નહિ.”શેઠ રવજી. ભાઈએ વસ્તુસ્થિતિ રજુ કરી.
કૃપાળુ! શેઠ રવજીભાઈ કહે છે તે વાત વિચારવા જેવી છે.” શેઠ તેજી કાયાવાળા શેઠ ખીમજીભાઈ જે. પી. એ વિનતિ કરી.
સાહેબ! મુંબઈના અંચળગછના ભાઈ–બહેને પણ પર્યુષણ પર્વના વ્યાખ્યાને માટે આપશ્રીને વિનતિ કરવાની છે.” શેઠ પુનશીભાઈએ વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com