________________
: ૨૧૦ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
જોઇને આચાય શ્રીએ સતાષ પ્રગટ કર્યાં અને જણાવ્યુ કે ખરેખર આ મંદિર એક તીર્થધામ બની રહેશે ને થાણાની ખૂબ ઉન્નતી થશે.
વૈશાખ શુદ ૧૩ ના રાજ સવારમાં વિહાર કરીને આચા ચશ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, કુરલા થઈ માટુંગા પધાર્યો. શેઠ નેણશીભાઈના અત્યંત આગ્રહથી માટુ'ગામાં જ ચાતુર્માંસ રહેવાનુ` નક્કી થયું'. પણ ચાતુર્માસને ઘેાડા સમય હતા તેથી શ્રી સિદ્ધચક્ર સેવા મંડળની વિનતિથી આયાય શ્રી દાદર પધાર્યા. દાદરમાં આચાય શ્રીએ જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએની પરીક્ષા લીધી. આચાર્ય શ્રીએ ધાર્મિક શિક્ષણથી ખાળાને નાનપણથી ધર્મના દ્રઢ સ'સ્કાર પડે છે, તથા માતા પિતાએ દરેક બાળકને ધાર્મિક શિક્ષણુ તથા સંસ્કાર આપવા ખાસ કાળજી રાખવી જોઇએ. બાળકાને પુસ્તકા તથા જરૂરી વસ્તુઓની પ્રભાવના આપી ઉત્સાહિત રાખવા જોઈએ. તેમજ ધાર્મિક શિક્ષકને પણ સારી પગાર આપી સતષ આપવા જોઈએ, વગેરે પ્રેરણાત્મક વચને કહી બાળક તથા ખાળાઓને ઈનામા વહેંચવામાં આવ્યા હતા.
ચાતુર્માંસ માટે આચાય શ્રી માટુંગા પધાર્યા, રાવ સાહેબ શેઠ રવજીભાઈ સાજપાળના શાન્તિ નિકેતનમાં હંમેશાં વ્યાખ્યાન વંચાતું હતું. વ્યાખ્યાનમાં ઘણા ભાઇ બહેનેા આવી લાભ લેતા હતા.
સાહેબ ! શ્રી કચ્છી વીસાઓસવાળ ભાઈએ આપને વિનતી કરવા આવ્યા છે. ’ શેઠ રવજીભાઈએ સૂચના કરી. મન્થેણ વામિ ! ' કચ્છી વીસાસવાળભાઈઓએ વઢણા કરી.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com