________________
? ૧૭૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા કથા જેવી વાત થઈ. આમ વિચારતંદ્રામાં હતું ત્યાં સુભટના મીઠાં-મધુરાં વચન સાંભળી શાંતિ થઇ. પિતે અશ્વારૂઢ થયે અને નગરપ્રવેશ કર્યો. અધરન પર આરૂઢ થયેલા પુણ્યપ્રભાવક તેજસ્વી કુમારને જેવા શહેરના નગરજને ઉમટયા. બજારે અને હવેલીએ સ્ત્રી-પુરૂષથી છવાઈ ગઈ. કુમાર નગર જનનું સન્માન સ્વીકારતે રાજમહેલમાં આવી પહોંચ્યા. રાજા વસુદેવે કુમારનું હર્ષથી સ્વાગત કર્યું. બન્ને ભાવપૂર્વક ભેટયા. આનંદ આનંદ છવાઈ રહ્યો.
કુમારનું લાવણ્ય, પ્રતિભાશાળી ચહેરે, ચમકતી આંખડીએ, તેજવી લલાટ, હસતું વદન, ગૌરવર્ણ અને સુદઢ શરીર વગેરેથી રાજા વસુદેવને હર્ષ થયે. રાણીઓ અને રાજકુળને આ મેંઘેરા મહેમાનને જોઈને ભારે આનંદ થયો. મદનમંજરીને તે કુમારને જોઈને પૂર્વભવની પ્રીત યાદ આવી અને તે મોહી પડી.
કુમાર પ્રતિક્રિયાથી પરવારી નાનાદિક કરીને અંતપુરમાં પધાર્યા. દાસ-દાસીઓ હાજર થઈ ગયા. પટરાણીએ મંગળ વચનેથી સ્વાગત કર્યું. સુખાસને બેસાડી દહીં-સાકર ચખાડી મીઠાઈ, દુધ અને વિવિધ વાનીઓથી તેમને શાંત ક્ય. કુમાર પણ આવા પ્રેમભર્યા સ્વાગતથી પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા,
- આનંદ ભવનમાં રાજાજી તેમની રાહ જોતા હતા. અંતઃ પુરમાંથી વિદાય લઈને રાજા પાસે આવ્યા. રાજાએ મધુર વચનોથી સવાગત કર્યું. અને શાંતિપૂર્વક સુખાસનમાં બેઠા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com