________________
થાણુની પ્રાચીનતા
: ૧૭ :
જોષી મહારાજ ! તે સમુદ્ર કિનારે કેવી રીતે આવશે ! આપણે તેમને કેવી રીતે સત્કાર કરે” રાજાએ પ્રશ્ન કર્યો.
તે એક વિચિત્ર પ્રસંગ છે. તે કથા તે પિતે જ સંભળાવશે. આપ તે એક ઉત્તમ અશ્વરત્નને તેમની પાસે મોકલશે તથા તેમને રૂડી રીતે નગરપ્રવેશ કરાવશે.
રાજજોષી પાસેથી મદનમંજરીના ભાવિ પતિના આગમનની વાત સાંભળી રાજાને કૌતક થયું. પૂર્ણીમાના પ્રભાતે સુભટોને અશ્વરત્ન સમુદ્ર કિનારે લઈ જવા આજ્ઞા કરી. ચમ્પકવૃક્ષની છાયામાં કેઈ તેજસ્વી યુવાનને જોઈ આશ્ચર્ય થયું. ચમ્પકવૃક્ષની છાયા બરાબર રાજકુમાર ઉપર જ સ્થિર હતી અને મુસાફરનું મુખાવિંદ નિદ્રામાં પણ મહાપ્રભાવશાળી અને હાસ્ય ઝરતું તેજસ્વી હતું. સૂર્યના લાલ કિરણે વધવા લાગ્યા અને કુમાર જાગી ઊઠયા. હું કયાં આવ્યો છું! આ સુભટો કેણ હશે! આ અશ્વરત્ન કેમ આવ્યું હશે! વગેરે વિચારો રાજકુમારના મનમાં થવા લાગ્યા.
કુમાર! અમારા શહેરના મહારાજા વસુદેવે આ અશ્વરના આપને માટે મોકલ્યા છે. આપ અમારા રાજાજીના માનવંતા મહેમાન છે. આપ સુખે પધારો અમારી નગરી પાવન કરો. આપને યોગ્ય સત્કાર થશે.”
હું સમુદ્રમાંથી કયાં આવી ચડયો ! કયાં પેલા ધવલશેઠ! કયાં એ વહાણ, કયાં પિતાના દાસ-દાસી, ક્યાં પિતાના શસ્ત્ર, કયાં લક્ષ્મી અને કયાં આ સમુદ્ર કિનારે, આ અવનવી નગરી, કયાં આ સુભટે અને કયાં આ અશ્વરત્ન! આ તે કઈ પરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com