________________
CONCHISENDT DEXACTEMEL
થાણુની પ્રાચીનતા
(૩૧) મહારાજ ! આપ આપની સુશીલ, રૂપકુમારી ચંદ્રાનના. પુત્રી મદનમંજરી માટે ચિંતા કરે છે પણ તે મહાભાગ્યશાળી છે. તેને મહાપ્રભાવશાળી, રિદ્ધિ-સિદ્ધિવાળે રાજકુમાર મળશે.” રાજજોષીએ વસુ રાજાને ભવિષ્યની આગાહી કહી.
જોષી મહારાજ ! તમારી વાત સાચી હશે પણ પુત્રી મદનમંજરી હવે ઉંમર લાયક થઈ છે, તેથી તેની માતાને વિશેષ ચિંતા થાય છે. રાજકુમાર મળશે પણ કયારે ! કેવી રીતે મળશે !” રાજાએ ચિંતા દર્શાવી. - “આપ કશી ચિંતા ન કરે. પૂર્વભવની લેણદેણના યોગે આવતી પૂર્ણમાના પ્રભાતે સમુદ્ર કિનારે ચમ્પક વૃક્ષની છાયામાં આરામથી નિદ્રાધીન રાજકુમાર મળશે. તેના પુણ્યપ્રભાવથી વૃક્ષની છાયા જેમની તેમ તેમના ઉપર સ્થિર થઈને રહેશે, એ નિશાની છે.” રાજ જોષીએ સ્પષ્ટતા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com