________________
થાણાની પ્રાચીનતા
: ૧૭૭ છે
ભાગ્યશાળી કુમાર!! તમને જોઈને કેઈ સ્વજનને મળ્યા એટલે આનંદ થાય છે. તમે આ મારી નગરીમાં પગલાં કર્યાં તેથી અમને બધાને ભારે હર્ષ થયા છે. તમારા જેવા પુણ્યપ્રભાવક નરરત્ન મારે ત્યાં કયાંથી ! પણ કુમાર ! તમે તમારે પરિચય આપશે તે વિશેષ આનંદ થશે.” રાજા વસુદેવે જિજ્ઞાસા દર્શાવી.
મહારાજ ! એ કથા મેટી છે. આપની જિજ્ઞાસા સંતેષવા માટે આપને અથUતિ વાત કહેવી પડશે. શાંતિથી સાંભળો.” કુમારે સ્પષ્ટતા કરી.
મારું નામ શ્રીપાળ છે. હું રત્નાદ્વીપને રાજકુમાર છું. રત્નદ્વીપથી વહાણમાં અમે નીકળ્યા સાથે એક ધવલ શેઠ નામના શેઠ હતા. મારી વધતી જતી ઋદ્ધિ-સિદ્ધિની એ ધવલ શેઠને ઈર્ષ્યા થઈ. તે લાગ જેવા લાગ્યા. એક દિવસ મને મીઠા વચનેથી પોતાના સ્થાને બોલાવી મીઠી મીઠી વાતો કરી મને ભેળવ્યો. લાગ જોઈને મને સમુદ્રમાં ધકેલી દીધે. હું તે નવપદજીને આરાધક હેવાથી મેં નવપદજીનું સ્મરણ કર્યું. ધર્મ અને નવપદજીની પસાથે જલતરણી વિદ્યાના ચગે મોટા મગરમચ્છની પીઠ મને મળી આવી, હું તરતો તરતે નવપદજીનું ધ્યાન ધરત ધીમે ધીમે સમુદ્ર કિનારે આવી પહોંચે. પરિશ્રમથી હું ખૂબ શ્રમિત થયા હતા. વળી આરામની મને જરુર હતી તેથી આ ચંપક વૃક્ષની શીતળ છાંયામાં હું સૂઈ ગયે અને મને મીઠી નિદ્રા આવી ગઈ. હું એક દિવસ અને એક રાત્રિ ખૂબ સૂતે અને આજ પ્રભાતે મારી પાસે સુભટો અને અધરન જોઈને મને આશ્ચર્ય થયું. આપને મારા પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com