________________
જિનઋદ્ધિસૂરિ જીવનપ્રભા
૧૬૮ :
પન્યાસજી મહારાજના ઉપદેશની જાદુઈ અસર થઈ, તેજ પ્રસ'ગે રૂા. ૬૦૦૦) અડધા કલાકમાં ભરાઇ ગયા અને ધીમે ધીમે તેમાં રૂા. ૧૩૦૦૦) થઈ ગયા. દાદરના ભાઈઓ આ જોઈને ચકિત થયા. બધા આ મંગળ શરૂઆતથી હર્ષિત થયા. આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠાનુ` ક્ ́ડ ચાલુ રાખવા પન્યાસજીએ પ્રેરણા કરી. પછી પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યો માટે જીદ્દી જીદ્દી કમીટી નક્કી કરવામાં આવી અને પ્રતિષ્ઠાની તૈયાર થવા લાગી.
પ્રતિષ્ઠાના દિવસને થાડી વાર હતી તેથી પન્યાસજીએ ઘાટકોપર-થાણા જઇ આવવાના વિચાર દર્શાવ્યેા અને દાદરથી વિહાર કરી કુરલા થઇ ચેમ્બુર પધાર્યા. ચેમ્બરના હવાપાણી સારાં અને ત્યાં સંધ તરફ ભક્તિભાવ દર્શાવનાર બીદડાવાળા ડાક્ટર રતનશીભાઈના ભાવભર્યાં આગ્રહ હતા તેથી થેાડા દિવસ સ્થિરતા કરી. ચેમ્બુરથી વિહાર કરી પન્યાસજી ઘાટકોપર પધાર્યાં. ઘાટકાપરમાં પન્યાસજીના વ્યાખ્યાનમાં લેાકેા સારા રસ લેવા લાગ્યા. કાશીવાળા વિદ્વાન યતિ શ્રી હીરાચન્દ્રજી ઘાટકોપર આવ્યા હતા. પન્યાસજીની આજ્ઞાથી યતિ શ્રી હીરાચન્દ્રજીએ ઘાટકોપરમાં મનનીય વ્યાખ્યાન આપ્યુ'. ઘાટકાપરથી વિહાર કરી ભાંડુપ થઇ મુલુંડ પધાર્યાં. સુલુ'ડ પણ દિવસે દિવસે ઠીક વધતુ' જાય છે. ત્યાં શ્રી અમરચંદ ઘેલાભાઈ અને શ્રી હરગાવિંદભાઈ રામજી જેવા વિદ્વાન અને ધર્મનિષ્ઠ આગેવાના છે. સુલુ'માં મંદિર તથા ઉપાશ્રય માટે સારી એવી જગ્યા છે મહારાજશ્રીએ તે જગ્યામાં માઢું ભળ્યે મંદિર તથા વિશાળ ઉપાશ્રય માટે આગેવાનાને એ સમયે સૂચના કરેલી અને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com