________________
પરાઓમાં ધર્મ–જાગૃતિ
: ૧૧ :
પ્રાપ્ત કરી તમે પિતાના નિવાસે બંધાવે છે. તમે સુખી અને ભાગ્યવાન છે. હવે ધર્મભાવનાની વૃદ્ધિ માટે અને બાળકના સંસ્કારે ધર્મમય બનાવવા શ્રી જન-મંદિર તથા ધર્મના ક્રિયાકાંડ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ વિગેરે શાંતિપૂર્વક કરવા માટે અને સાધુ-સાધીઓની સ્થિરતા માટે એક ઉપાશ્રયની અત્યંત જરૂર છે. એક જ ભાગ્યશાળી ધારે તે એક એક કામ કરી શકે પણ તમે બધા ભાગ્યવાને મળીને આ ધર્મ–ઉદ્યોતના બે સ્થભે કરી શકે તેવા શક્તિશાળી છે. તમારામાંના ૧૦ ભાઈઓ આ જવાબદારી ઉપાડે તે બે વર્ષમાં સાન્તાક્રુઝમાં મનોહર મંદિર અને ઉપાશ્રય જોઈ શકાય. મેં સાંભળ્યું છે કે તમે તે માટે પ્રયત્નશીલ છે. ટીપનું કામ પણ શરૂ કર્યું છે. તેમાં કોઈ કારણે ઢીલાશ આવી છે, તે હવે ફરી તે કામ ઉપાડો અને ઉત્સાહથી ટીપ પૂરી કરી કામ શરૂ કરો. ધર્મપસાથે તમારા બધા કુટુંબનું કલ્યાણ થશે અને જૈન–શાસનને જયજયકાર થશે.”
પન્યાસજી મહારાજની પ્રેમભરી વાણીની સારી અસર થઈ. ટીપનું કામ શરૂ થયું અને આજે સાન્તાક્રુઝમાં મનેહર મંદિર અને સુંદર ઉપાશ્રય છે. સાન્તાક્રુઝ દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે.
સાન્તાક્રુઝથી વિહાર કરી પન્યાસજી મહારાજ વિલેપારલે શેઠ ઘેલાભાઈ કરમચંદે બંધાવેલા સેનેટેરીયમમાં ઉતર્યો.
વિલેપારલેથી વિહાર કરી પન્યાસજી મહારાજ અંધેરી પધાર્યા. અધેરીમાં મુંબઈ શહેરના મોપકારી ગુરૂવર્ય શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com