________________
જિનાદિસરિ જીવન-પ્રભા
મોહનલાલજી મહારાજ સાહેબના ઉપદેશથી ઘણું સમયથી જૈન મંદિર તથા ઉપાશ્રયની સગવડ થયેલી છે. અંધેરીમાં કચ્છી ભાઈઓમાં તેમ જ મારવાડી ભાઈઓમાં ઘણા સમયથી મતભેદ અને કુસંપ હતું. પન્યાસજી મહારાજે તે માટે ભારે પરિશ્રમ કર્યો. વ્યાખ્યાનમાં પણ સંપથી કેવાં ધમ ઉદ્યોત અને સમાજ કલ્યાણના કામ થાય છે તથા નાના મોટા મતભેદોથી આપણું સમાજમાં કેવું કુસંપનું વાતાવરણ સર્જાયું છે તેમ જ આપણા સમાજના કેવાં કેવાં કામ બગડે છે ! સમાજની ઉન્નતિમાં ધર્મની ઉન્નતિ છે. શાસનની શોભા સંપ અને સંગઠનમાં છે. આ સુધાભરી વાણુની ધીમે ધીમે સારી અસર થઈ. કચ્છી ભાઈઓના આગેવાન શેઠ લાલજીભાઈ તથા શેઠ દેવરાજભાઈએ પિતાના કરછી સમાજને એકત્ર કરી મહારાજશ્રીના અમૃતવચને કહી સંભળાવ્યા.. • . આપણા સંગઠન માટે જે ધગશથી મહારાજ પ્રેરણા આપે છે તે આપણે ઝીલવી જોઈએ. આપણે એકબીજાની નાની મોટી ભૂલ દરગુજર કરવી જોઈએ. ઉપરાંત અમે બને તે ભૂલ માટે સમાજ વતી કહે તે પ્રાયશ્ચિત કરવા તૈયાર છીએ. હવે ગમે તે ભોગે સંપ થવું જ જોઈએ.
આ નમ્ર વચનની પણ જાદુઈ અસર થઈ. બધાના દિલ સાફ થઈ ગયાં. સંપનું વાતાવરણ ફેલાઈ ગયું. આખા કચ્છી સમુદાયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. કચ્છી સમાજમાં સંપની લહેર લહેરાતી હતી ત્યાં મારવાડી સાથના મન પણ પીગળ્યાં. ગુરૂ પન્યાસજી મહારાજે તેઓના આગેવાનોને બોલાવ્યા અને ખૂબ ભારપૂર્વક સંપ અને સંગઠન માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com