________________
& ૧૦
જિનધિરિ જીવન પ્રભા ચાલે છે. પણ દાદર તે સાધુ મુનિરાજેના વિહારને આરામનું મુખ્ય સ્થાન છે.” પન્યાસજીએ મુશ્કેલી દર્શાવી.
કૃપાળુ ! આપ સ્થિરતા કરવા વચન આપે તે હું માનું છું આપને માટે સ્થાન અને વ્યાખ્યાન માટેના હોલની સગવડ પણ થઈ રહેશે. પ્રતિષ્ઠા માટે પણ આપની સાથે અમે પણ પ્રયાસ કરીશું.” શેઠ રવજીભાઈએ ખાત્રી આપી.
તે પછી હું ચાતુર્માસ માટે આવવા વિચાર કરીશ, તમે તમારા પ્રયત્નમાં ઉદ્યમવંત રહેશે. તમારી આખા કુટુંબ બની ધર્મભાવનાની સૌરભ દાદરમાં પ્રસરે તે દાદર મોક્ષમાર્ગને દાદર બની જાય. સમાજના હજારે સ્ત્રી-પુરૂષનું આત્મકલ્યાણ થાય.” પન્યાસજીએ મંગળભાવના દર્શાવી.
પન્યાસજી દાદરથી વિહાર કરી માહીમ થઈને સાન્તાક્રુઝ પધાર્યા. સાન્તાક્રુઝમાં ભાવનગરના સુપ્રસિદ્ધ આગેવાન શેઠ અમરચંદ જસરાજના સુપુત્ર શ્રી ખાન્તિલાલભાઈ તથા શ્રી ભાનુચન્દ્રભાઈના આગ્રહથી તેમને બંગલે બે દિવસ રોકાઈને રાધનપુરવાળા શેઠ ગીરધરલાલ ત્રીકમલાલને બંગલે પધાર્યા. - આજે રવિવારને દિવસ હતો. સાન્તાક્રુઝના ભાઈ બહેને મોટી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેવા આવ્યા હતા. પન્યાસજીએ તક જોઈને વાતની રજુઆત કરી.
“ભાગ્યશાળીઓતમે મોટી સંખ્યામાં મુંબઈથી દૂર શાન્ત એવા આ સાન્તાક્રુઝના પરામાં વર્ષોથી વસવાટ કરે છે. તમારી ધર્મભાવના પણ સારી છે. શેઠ નરોતમદાસ ભાજીએ તે ઘર દહેરાસર કર્યું હતું. વળી પૂર્વપુણ્યના ઉદયથી લક્ષ્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com