________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૫ :
સમુદાયને એક સાથે જમવા માટે પણ આગ્રહ કરી રહ્યો છું. બને ભાઈઓ સાથે જમે–તે તેથી આબાલવૃદ્ધને કેટલે આનંદ થાય? અને જૈનશાસનને કે જયકાર થાય તે વિચારશો. મને તમે ભાવપૂર્વક લાવ્યા છે. તમે ભકિત પણ ભાવપૂર્વક કરે છે. પણ સાચી ભકિત તે સ્વામીભાઈઓની છે.”
આ સુધાભર્યા મધુર વચનેથી બધાના દિલ પીગળ્યા. આગેવાનેએ મંત્રણા કરી અને રથયાત્રા તથા જમણુ એક સાથે કરવા નિર્ણય કર્યો. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પ્રેમભાવ અને એકતાની લહેર લહેરાણી. ભગવાન મહાવીરસ્વામી અને પન્યાસજી મહારાજના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉઠા. છેલ્લા ૧૭ વર્ષથી દર વર્ષે રથયાત્રાને વરઘોડો અને જમણ સાથે જ થાય છે. સં. ૧૯૧ ની સાલનું તેંતાલીસમું ચાતુર્માસ મુંબઈ–માંડવીમાં આવેલી કચ્છી વીસા ઓસવાળની વાડીમાં આનંદપૂર્વક થયું હતું.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાર્તકી પૂર્ણિમાએ કરછી વીસા સવાળની વાડીએથી શ્રી શત્રુંજય તીર્થને પટ મોટરમાં પધરાવી અનેક સાંબેલાઓ તથા બેન્ડવાજા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ભવ્ય કળામય મંદિરથી સુશોભિત મોતીશાની ટુંક બંધાવનાર, લાલબાગમાં જૈન ઉપાશ્રયની વિશાળ જગ્યા અર્પણ કરનાર, કોટ તથા પાયધુની પર મંદિર બંધાવનાર, અનેક જગ્યાએ ધર્મશાળાઓ બંધાવનાર તેમજ ભાયખાલામાં મોટી વિશાળ જગ્યા તથા આલીશાન મંદિરનું મેટું ટ્રસ્ટ કરનાર મહા પુણ્યશાળી સુપ્રસિદ્ધ મોતીશા શેઠના ભાયખાતાના મંદિરે દર્શન કરવા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com