________________
૧૫૬ :
જિનઋહિરિ જીવન-પ્રભા ગયા હતા. ત્યાં બહારના મંડપમાં બાંધેલા તીર્થાધિરાજ શત્રુજયના પદની યાત્રા કરી. પન્યાસજી મહારાજ તથા પન્યાસછ કેશર મુનીજી આદિ પાછા કરછી વીસા ઓસવાળની વાડીએ પધાર્યા હતા. કારતક વદી ૨ ને દિવસે શ્રી મહાવીર સ્વામીના મંદિરે પધાર્યા હતા અને માગશર શુદિ ૩ ના પુણ્ય દિવસે પિતાના પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી જીન યશસૂરિજીની જયંતી ઠાઠમાઠથી ઉજવી હતી.
સાહેબ! શેઠ મેઘજીભાઈ સેજપાળે વંદણા કહેવરાવ્યા છે. અને આપ સાહેબ કૃપા કરી આવતું ચાતુર્માસ લાલવાડીમાં કરે તેમ વિનંતિ કરી છે. ” લાલવાડીને મુનીમે વિનંતિ કરી,
હું લાલવાડી થઈને જ દાદર થઈ કુરલા આવે. હાલ ઘાટકે પર જવાની ભાવના છે. શેઠ મેઘજીભાઈને અમારા ધર્મ લાભ સાથે કહેશે કે તમારી ભાવનાને જરૂર વિચાર થશે.” પન્યાસજીએ આશા દર્શાવી.
ઘાટકેપરમાં કચ્છી-ગુજરાતી ભાઈઓ વ્યાખ્યાન આદિને સારે લાભ લેતા હતા પણ શેઠ મેઘજીભાઈના આગ્રહને માન આપી પન્યાસજી લાલવાડી પધાર્યા. શેઠ મેઘજીભાઈને અત્યંત આનંદ થયો. સં. ૧૨ નું ચુમ્માલીસમું ચાતુર્માસ પન્યાસજી મહારાજે લાલવાડીમાં કર્યું.
લાલવાડીને ઉપાશ્રયમાં અશાડ શુદિ ૧૧ ના પુણ્ય દિવસે દાદા સાહેબ શ્રી જીનદત્તસૂરીશ્વરજીની જયંતિ ઉજવવામાં
આવી. આ પ્રસંગે મહારાજશ્રીના વૈશ્નવ ભક્ત શેઠ મહાદેવજી પિદાર તરફથી મોદકની પ્રભાવને કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com