________________
: ૧૫૪ :
જિનદ્ધિરિ જીવન-પ્રભા ચલાવી રૂ. ૧૦૦૦૦) દસ હજારની મદદ આપી, કચ્છી વસા ઓસવાળ મહાજનને સોંપી દીધું. આ આયંબિલ ખાતાને લાભ કરછી ભાઈઓ ઉપરાંત મારવાડી અને ગુજરાતી ભાઈઓ પણ લઈ રહ્યા છે.
પર્યુષણ પર્વ પણ આનંદપૂર્વક થયાં. આઠે દિવસના ચોસઠ પહેરના પૌષધ ઘણું ભાઈ–બહેનેએ કર્યા હતા. આ પર્યુષણ પર્વ માટે બહાર ગામથી આવેલા ભાઈ બહેને માટે ભેજન આદિ દરેક પ્રકારની ભકિત શા. લધાભાઈ માવજી, શા. પુનશી મણશી તથા તેમના ભાગીદાર શા. જેઠાભાઈ અને શા. ગાંગજીભાઈ વગેરેએ ઉત્તમ પ્રકારે કરી હતી.
પર્યુષણ પર્વ ચાલતા હતા. વ્યાખ્યાનને હેલ ચિકાર હતે. પન્યાસજીએ તક જોઈને પ્રશ્ન કર્યો.
ભાગ્યવાને ! કેવાં મંગળમય પર્યુષણ પર્વો તમે ઉજવી રહ્યા છો ! તપશ્ચર્યા પણ ખૂબ થઈ. ચોસઠ પહેરી પૌષધો પણ ઘણા થયા. સ્વમની ઉપજ પણ આ વખતે ઘણું સારી થઈ. તમારે બધાને આનંદ ઉલ્લાસ પણ ઘણે જ દેખાય છે. પણ એક વાત આ વખતે થવી જોઈએ. તમે દશા-વીસા કંઈ જુદા છે ! એક જ પિતા ભગવાન મહાવીરના પુત્ર અને ભક્ત છે. બધા એક અને અવિભક્ત છે. તે પછી રથયાત્રાને વરઘેડે જુદે જુદો શા માટે? બધા સાથે મળી ભવ્ય રથયાત્રા શા માટે ન કાઢે ! તેથી તે તમારી તમારા સંઘની, તમારા સમુદાયની, તમારા આગેવાનોની, જૈન શાસનની અને જૈન ધમની શોભા અને પ્રતિષ્ઠા છે. રથયાત્રા તે સાથે જ નીકળવી જોઈએ. અને તે તે નીકળશે પણ હું તે તમારા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com