________________
ગુરૂદેવને ભવ્ય જયંતિ–ઉત્સવ
: ૧૪૯ :
ગુરૂદેવ પાસેથી પિતે જે જીવન-દર્શન મેળવ્યું તે બે શબ્દોમાં દર્શાવ્યું હતું.
શ્રી માવજી દામજી શાહે ગુરૂવર્યના જયંતી ઉત્સવ પ્રસંગે પોતે રચેલી ગુરૂસ્તુતિ સંભળાવી ને જણાવ્યું કે પૂજ્ય મોહનલાલજી મહારાજ એવા પ્રભાવશાળી અને પુણ્યરાશી હતા કે મુંબઈના જૈન સમાજની દુકાને દુકાને અને ઘેરે ઘેર એ મહાપુરૂષના ફોટાઓ નજરે પડે છે અને પ્રાતઃકાળે તેમના દર્શન મંગળકારી મનાય છે. મુનિશ્રી ચરણવિજયજીએ પૂજ્યપાદૃ આત્મારામજી મહારાજ તથા મુનિરત્ન શ્રી મેહનલાલજી મહારાજને પરસ્પરને કે પ્રેમભાવ હતા તે દર્શાવતા જણાવ્યું કે ચિકાશે વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે જઈ આવેલા મહુવાના વીરનર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી બેરીસ્ટર અમેરિકામાં જૈન દર્શનને જયજયકાર બેલાવી મુંબઈ આવ્યા ત્યારે તેમને વિદેશગમન માટે સંઘબહાર મૂકવાની હિલચાલ થતી હતી ત્યારે મુંબઈના શ્રી સંઘે શ્રીમદ્ મોહનલાલજી મહારાજની સલાહ માગી પણ શ્રી મેહનલાલજી મહારાજે પૂજ્યપાદ આત્મારામજી મહારાજની સલાહ લેવા સૂચના કરી. સંઘે તે માટે પંજાબ પૂજ્યપાદ આત્મારામજી મહારાજશ્રીને પૂછાવ્યું પણ એ સમયના જાણકાર એ મહાપુરૂષે શ્રીમદ મોહનલાલજી મહારાજનું માર્ગદર્શન મેળવી તેમની આજ્ઞા પ્રમાણે કરવા સૂચવ્યું. આ પ્રસંગ નાનોસૂને નહેતે. જૈન જગત માટે એ પ્રશ્ન ઘણે જટિલ હતું. પણ દૂરદૂરના પ્રદેશમાં હોવા છતાં બન્ને મહાપુરૂષને અંતરને પ્રેમભાવ અનુપમ હતું તે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. આ પ્રેમભાવ આપણુ મુનિરાજેમાં જાગે તે જૈનશાસનને કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com