________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૧૪૮ :
ચૈત્ર વદી ૧૩ ને પુણ્ય દિવસ આવી પહેાંચ્યા. સવારના ૮ વાગે તે મુબઇના ભક્તજના, બહેના અને ભાઇઓ, વિદ્યાર્થી આ અને વિદ્યાર્થીનીઓ, સ્વયંસેવકો અને યુવાનેા ઉમટી આવ્યા. રથયાત્રાના વરઘોડા ધામધૂમથી નીકળ્યા. શાળા, પાઠશાળા અને ઓર્ડીંગના ૨૦૦ બાળક ખાળિકા હર્ષનાદ અને સંગીત ગાતાં ગાતાં રથયાત્રામાં માખરે હતા. જૈનસ્વયંસેવક મંડળ તથા માંગરાળ જૈન યુવક મંડળનાં બેન્ડ ગાજી રહ્યાં હતાં. જૈનસમાજના ઘણા આગેવાના પણ રથયાત્રામાં આવ્યા હતા. મુનિમંડળ પણ શૈાલી રહ્યું હતું. રથયાત્રામાં ભક્તજનાના જયુ. ઘાષ ગુંજી રહ્યા હતા.
રથયાત્રા શહેરના મધ્ય મધ્ય ભાગમાં ફરીને આદીશ્વરજીની ધર્મશાળામાં આવી પહેાંચી. આજ ધર્મશાળાના હાલ નાના પડયા. સ્ત્રી પુરૂષાના ટોળેટોળાં આવી પહાંચ્યા. પગ મૂકવાની પણ જગ્યા નહેાતી. કેટલાક ભાઇઓને તે દ્વાદરામાં ઉભું રહેવું પડયું. કેટલાક તા બહારના ભાગમાં ઉભા રહ્યા. પંજાબકેશરી આચાય શ્રી પ્રમુખસ્થાને ખીરાજ્યા. બાજુમાં પ્યાસજી મહારાજ શ્રી ઋદ્ધિમુનિજી ખીરાયા, પન્યાસજીએ આચાર્યશ્રીને મ'ગલિક સભળાવવા વિનતિ કરી. મ'ગલાચરણ પછી બહેનાએ ગુરૂવયની ગુરૂસ્તુતિ ગાઇ સંભળાવી. ગુરૂવર્યંના જીવનકાય અને પ્રભાવિતા વિષે જુદાજુદા વક્તાઓએ વિવેચના કર્યાં. પન્યાસજી મહારાજે પરમપૂજ્ય ગુરૂવર્ય શ્રી મેાહનલાલજી મહારાજના કેટલાક જીવનપ્રસંગેા દર્શાવ્યા તથા તેમની સેવા ભક્તિથી પેાતાને જે ચમત્કારી અનુભવા થયેલા તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com