________________
કલ્યાણકારી કામ
: વેર :
વિહાર કરી પન્યાસજી મહારાજ દહાણુ સ્ટેશન પધાર્યા. ત્યાં સામટા બંદરવાળા ધર્મનિષ્ઠ શેઠ હરખચંદજી લમીચંદજી તરફથી માટે મંડપ તૈયાર કરાવી તેમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થને નવીન સુંદર પટ્ટ બાંધવામાં આવ્યું. દાહ ણુમાં પટ્ટ બાંધવાને રિવાજ હતું નહિ, પણ પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણાથી પટ્ટના દર્શનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આસપાસના ગામના ઘણા ભાઈઓ-બહેને પટ્ટના દર્શને આવ્યા હતા. પૂજા તથા સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યા હતાં. દહાણુથી વિહાર કરી ઘેલવડથી બેરડી પધાર્યા. બોરડીમાં ઉપાશ્રયનું કામ અટકી પડયું હતું. પન્યાસજી મહારાજે ઉપદેશ આપી. રૂા. ૨૦૦૦) ભેગા કરાવ્યા અને ઉપાશ્રયનું કામ પૂરું કરાવ્યું. બેરડીથી વિહાર કરી ફણસાવાળા શેઠ અમરચંદજી મૂલચંદજી છાજેડના નવા બંગલામાં પૂજા ભણાવીને સ્વામીવાત્સલ્ય થયું. ફણસા પધાર્યા. ફણસામાં ઘર દહેરાસર શેઠ ગંભીરમલ છાજેડના મકાનમાં હતું પણ ઉપાશ્રયની વ્યવસ્થા નહતી. પન્યાસજીએ ઉપાશ્રય માટે પ્રેરણા કરી. અમરચંદજી છાજેડે વિનતિ કરી કે –
ગુરૂદેવ ! ઉપાશ્રયને લાભ શ્રીસંઘ મને આપે. હું ઉપાશ્રય અને દહેરાસર બને કરાવી આપીશ. મારી ભાવના પૂર્ણ કરે.” - શ્રી સંઘે ધન્યવાદ સાથે અમરચંદજી છાજેડની વિનતિ સ્વીકારી, અને બે માળનું મકાન તૈયાર કરવામાં આવ્યું. ફણસાથી વિહાર કરી પન્યાસજી વાપી પધાર્યા. વાપીના શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. પન્યાસજી મહારાજ દહાણુ હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com