________________
: ૧૨:
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
નિંદનીય છે. શ્રીમંત તે ગમે તે ખર્ચ કરે પણ સાધારણ વર્ગની શું સ્થિતિ ! એક તે ઘરનું માણસ જાય અને બીજી તરફ ત્રણ-ત્રણ છ-છ મહિના સુધી મહેમાનેને ઘી ખીચડી ખવરાવવી પડે તેમાં મધ્યમવર્ગને ઘણું જ સહેવું પડે છે. તમે તે જાણે છે મધ્યમવર્ગના ભાઈઓને પિતાની સ્ત્રીના દાગીને વેચીને કે ઘર ગિરવી મૂકીને મરણ પાછળ જમણ કરવું પડે છે. આ બંને પ્રથા મધ્યમવર્ગ માટે અત્યંત હાનીકર છે. તે સદંતર બંધ થવી જ જોઈએ તેમાં તમારું-તમારા સ્વામી ભાઈઓનું, તમારા દહાણુનું અને સૌનું કલ્યાણ છે.”
આ પ્રવચનની જાદુઈ અસર થઈ. તે જ વખતે પંદર વીસ ગામના આગેવાનોએ બંનેમાં સુધારો કરવા વચન આપ્યાં. આ તે એક ચમત્કાર થયો. આબાલવૃદ્ધમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો.
પર્યુષણ પર્વમાં દહાણુના શ્રી સંઘે કુમકુમ પત્રિકા કાઢી ને આસપાસના જૈન ભાઈઓને નિમંત્રણ મોકલ્યાં અને પન્યાસ
ની વ્યાખ્યાન વાણને લાભ લેવાની દષ્ટિએ આસપાસના ઘણા કુટુંબે પર્યુષણ કરવા દહાણુ આવ્યા હતા. દાહાણુના સંઘ તરફથી મોટું રસોડું ખેલવામાં આવ્યું અને પંદર દિવસ સુધી હજાર હજાર માણસની સ્વામીભક્તિ દહાણુના
શ્રી સંઘે આનંદપૂર્વક કરી હતી. આ સેવા કાર્યમાં શેઠ ધનરાજજી ઘેવરચંદજી, પુનમચંદજી ચુનિલાલજી, છગનમલજી, મીશ્રીમલજી, નગરશેઠ મીશ્રીમલજી બથરા, ફાજમલજી મોટાજી, ગુલાબચંદજી બાથરા અને શેઠ તારાચંદજી વગેરે આગેવાનોએ સારે એ લાભ લીધું હતું. કાર્તકી પુનમે દહાણુ શહેરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com