________________
ધર્મ-ઉદ્યોત
તમારા નાના ગામમાં અનેક આત્માઓને વીતરાગ પરમાત્માના ઉત્તમધર્મને બંધ થશે. તમારું કલ્યાણ થશે.” પન્યાસજીએ સંમતિ આપી.
કૃપાળુ! હું મારા સ્નેહસંબંધીને નિમંત્રણ કલું છું. આપશ્રી વહેલાસર પધારશે.”
ડુંગરીના ભાઈઓની પણ વિનતિ છે, પણ હું પહેલાં ઉંટડી થઈને ડુંગરી જઈશ. તમે સુખેથી તેયારી કરો.”
શેઠ જયચંદભાઈની ભાવના આ રીતે પૂર્ણ થઈ તેથી તેમને આનંદ થયો. જયચંદભાઈ વલસાડ, બીલીમેર વગેરે નજદિકના ગામમાં જાતે જઈને પિતાના નેહસંબંધી વર્ગને નિમંત્રણ કરી આવ્યા. દીર્ઘતપસ્વી, ધમ ઉદ્યોતકારી પંન્યાસજી મહારાજની નિશ્રામાં ઉંટડી જેવા ગામમાં ઉત્સવ થવાનો છે તે સાંભળી ઘણું ભાઈઓને તેમાં ભાગ લેવાની ભાવના જાગી અને ઉંટડીમાં અઠ્ઠાઈ મહોત્સવ, વિવિધપૂજા, સ્વામીવાત્સલ્ય ઘણું ઉમંગથી થયાં. શ્રી જયચંદભાઈએ પોતાની સ્વ કમાઈને આ રીતે ધમ ઉદ્યોતમાં સદુઉપયોગ કર્યો. આસપાસના ગામના ભાઈ-બહેનોને ધમને બોધ મળે. પન્યાસજી મહારાજના પ્રાણપ્રેરક પ્રવચનેથી ઘણું ભાવિકેના ભાવે ધર્મમય બન્યા.
ડુંગરીના ભાઈઓની પણ વિનતિ હતી. પન્યાસજી મહારાજ ઊંટડીથી ડુંગરી પધાર્યા. ડુંગરીમાં સ્વામીવાત્સલ્ય વગેરે થયું.
ડુંગરીથી વિહાર કરી બીલીમોરા, નવસારી અને મરોલી થઈને પન્યાસજી મહારાજ સુરત પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com