________________
જિનહિ સુરિ જીવન-પ્રભા * “કૃપાસિંધુ! આપ સાહેબ શ્રી સમેતશિખરજીની યાત્રાએ પધારો તે અમારી પણ ભાવના શિખરજીની યાત્રાની છે. સમેતશિખરની યાત્રા માટે આપને કશી તકલીફ નહિ રહે. ૮-૧૦ ભાઈ બહેને આપની સાથે જ રહેવાની ઈરછા રાખે છે. તે બધાને જરૂરી ખર્ચ હું આપીશ. સંઘ કાઢવાની તે મારી શક્તિ નથી પણ આપશ્રીની સેવાભક્તિ અને યાત્રાને નાનો સૂને લાભ નથી. ઘણા વર્ષોથી આ મહાન તીર્થની યાત્રાને લાભ હું લઈ શક્યો નથી. આપશ્રી પધારશે તે અમને પણ તે લાભ મળશે.” શ્રી છેટુભાઈ ભગવાનદાસ ઝવેરીએ વિનતિ કરી. ' “ભાગ્યશાળી ! તમારી ભાવના તે ઘણી સુંદર છે. મારી
છા પણ સમેતશિખરજીની યાત્રાની છે પણ સમેતશિખરજીની યાત્રા સહેલી નથી. હવે તમારે અત્યંત આગ્રહ છે તે હું વિચારીને જણાવીશ.” : “સાહેબ ! જ્યારે પણ આપશ્રી તે તરફ વિહાર કરે ત્યારે મને તુરત જણાવશો હું તે માટે શક્ય બધી વ્યવસ્થા કરીશ.” ' સમેતશિખરજી તીર્થની યાત્રાની ભાવનાથી સુરતથી વિહાર કર્યો. આપણા ચરિત્રનાયક બારડેલી, કડાદ થઈને માંડવી પધાર્યા. માંડવીમાં શેઠ મોતીચંદભાઈએ અઠ્ઠાઈમeત્સવ, શાન્તિનાત્ર તથા સંઘજમણ કરી લાભ લીધે. માંડવીથી વિહાર કરી વ્યારા, સોનગઢ, નવાપુરા, ચિંચપાડા અને ખાંડગારા થઈને દરબાર પધાર્યા.
વ્યારાથી નંદરબારને રસ્તે ઘણે જ ખરાબ હોવાથી પન્યાસજી મહારાજને વિહારમાં ભારે તકલીફ થઈ. પરિશ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com