________________
જિનાદ્ધિસૂરિ જીવન-પ્રભા
વૃદ્ધ સાથે બેસીને આનંદથી જમ્યા. ગુરૂદેવના નામને જયજય. કાર થઈ રહ્યો. શાસનપ્રભાવના થઈ. સુધાભર્યા ઉપદેશનું આવું મધુર ફળ જેઈને આસપાસના પ્રદેશમાં પણ આપણા ચરિત્રનાયકની યશગાથા ગુંજી ઉઠી.
નાગેરથી વિહાર કરી મેડતાફધી જઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરી મહારાજશ્રી પાછા નાગર પધાર્યા. ચોમાસા માટે નાગરના સંઘે ખૂબ ભાવપૂર્વક વિનતિ કરી. પણ પાસેના કુચેરા ગામના ભાઈઓ વિનતિ કરવા આવ્યા. તે એ ગુરુમહારાજને પ્રાર્થના કરી કે આપે નાગરમાં તે વર્ષોને કુસંપ શાંત કરી ચમત્કાર કર્યો. અમારા કુચેરામાં ભાગ્યે જ મુનિરાજ પધારે છે. નાગોરે ખૂબ સારો લાભ લીધો. હવે આપ અમારા કુરાને આપની અમૃતવાણીથી પાવન કરે. સ્થાનકવાસીના સાધુઓના આ તરફના વિહારથી ઘણાખરા સ્થાનકવાસી થવા લાગ્યા છે.
આપણા ચરિત્રનાયકે લાભલાભને વિચાર કરી કુરાની વિનતિને સ્વીકાર કરી નાગરથી વિહાર કર્યો.
જેઠ મહિનાની સખત ગરમી, રેતાળ પ્રદેશ, રસ્તે વિકટ, આસપાસના ગામે દૂર દૂર, પાણી પણ ન મળે તે ગોચરીની તો વાત જ શી ! આપણા ચરિત્રનાયકને ઉગ્ર ગરમીના કારણે તાવ આવી ગયા. મૂંડવામા સ્થાનકવાસી થઈ ગએલા ઘરે હેવાથી ઉતરવાની જગ્યા ન મળી, બીજે એસવાળમાં તપાસ કરી પણ ગરમ પાણી ન મળ્યું.
આપણા ચરિત્રનાયકે આગળ વિહાર ચાલુ રાખે. માર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com