________________
નાગારમાં એષતા
:
કુસંપવાળા શહેરમાં રહેવા કરતાં સંપની સુવાસવાળા ગામડામાં રહેવું ઘમઉદ્યોત કરનારું છે” આપણુ ચરિત્રનાયકે સ્પષ્ટ જણાવી દીધું.
આ જાદુભરી વાણીની ચમત્કારિક અસર થઈ, બધાના હૃદય કુણું પડ્યાં. આપણે આ રીતે કુસંપથી વ્યવહાર-ધમ બધું બેઈ બેસીશું એમ વિચારી સંઘના આગેવાન શ્રી શેઠ મુંલતાનમલજી, શ્રી જૂહારમલજી, શ્રી પીલાલજી, શ્રી મોહનલાલજી, શ્રી અમલખચંદજી, શ્રી ઉદયચંદજી બેથ, શ્રી સુગનચંદજી, શ્રી ગુલાલચંદજી, સમદડીયા, વકીલ સજજનમલજી, શ્રી મોહનલાલજી વછરાજજી, શ્રી છગનમલજી શેરડીયા, શ્રી અમરચંદજી લાભચંદજી, શ્રી હીરાચંદજી તથા શ્રી પીલાલજી ખજાનચી, શ્રી પનાલાલજી ચેધરી, શ્રી ઝવેરીચન્દજી દુગડ તથા શ્રી મેહનલાલજી ભણશાળી વગેરે તમામ આગેવાનેએ મહારાજશ્રીને નાગર રોકાઈ જવા પ્રાર્થના કરી અને આપના સુધા ભર્યા પ્રાણપ્રેરક પ્રવચનેથી શાંતિ થશે જ થશે તેમ ખાત્રી આપી.
આપણુ ચરિત્રનાયક લાભ જાણીને થોડા દિવસ વિશેષ શેકાઈ ગયા. પ્રેરણાત્મક ઉપદેશથી બધાને સમજાવ્યા. બધાના મનનું ખુબીથી સમાધાન કર્યું. નાગરના શ્રીસંઘમાં ઘણા વર્ષોથી ચાલ્યો આવતે કુસંપ ગયા અને બધાના મન પ્રફુલ્લા થયાં. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. બધાને તે આ એક ચમત્કાર લાગે.
આ સંપસમાધાનના આનંદમાં નાગરમાં મહત્સવ કરવામાં આવે. ઘણા વર્ષે નાગરમાં સંઘનું જમણ થયું. આબાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com