________________
નાગારમાં ઐક્યતા
(૧૪). - “સાહેબ! આપ ઘણુ સમયે આ તરફ પધાર્યા છે. અમારા શહેરને તે આપના જેવા ત્યાગી-તપસ્વી પુણ્યાત્માને લાભ મળતો જ નથી. આપની મધુર દેશના અમારા હૃદયને પ્રફુલ બનાવે છે. કૃપા કરી અને સ્થિરતા કરો” નાગોરના આગેવાનોએ સ્થિરતા માટે વિનતિ કરી.
ભાગ્યશાળીએ! તમારા શહેરમાં તે કેમ રહી શકાય. હું જોઉં છું કે તમારામાં કુસંપનું સામ્રાજ્ય છે. નાની બાબતેમાં મતમતાંતર ચાલે છે. જ્યાં કુસંપ હોય ત્યાં શાંતિ તે હાય જ નહિ. જ્યારે કુસંપથી વ્યવહારિક કાર્યો પણ અટકી પડ્યાં છે તે ધર્મકાર્યો તે થાય જ કયાંથી ! વરસાદ તે વરસે પણ ભૂમિ જ ઉસર હોય ત્યાં શું અસર થાય! આપણા જૈનસમાજનું કમનસીબ છે કે આપણે આપણા પોતાના ઘરના ઝગડા ઉપાશ્રય અને મંદિરમાં લાવીએ છીએ, એમાંથી આપણું કેઈનું કલ્યાણ નથી. સંઘને પણ અભ્યદય આમાં કયાંથી થાય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com