________________
લીધી. શાંતમૂર્તિ શ્રી જિનભદ્રવિજય મહારાજશ્રીએ યુગવીર આચાર્ય, શત્રુંજય તીર્થદર્શન આદિના લેખક શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળના .નિયામક ભાઈ ફુલચંદ હરિચંદ દોશી મહુવાકરની યાદી આપી. ભાઈ કુલચંદભાઈ તે ગુરુદેવના પરમભક્ત છે તેમ જ ગુરૂદેવના પરિચયમાં માટુંગા તથા પાયધુની આવતા હતા. તેઓ ગુરૂકુળના કામ પ્રસંગે મુંબઈ આવ્યા. વંદનાથે પાયધુની આવ્યા. કામ સેવા માટે વિનતિ કરી. મેં પૂજ્યપાદ ગુરૂદેવના ચરિત્ર માટે વાત કરી અને સંસ્થાની જવાબદારી હેવાથી સમય ઓછો મળવા છતા હર્ષપૂર્વક તેમણે મારી સૂચના વધાવી લીધી. મારી પાસેનું લખાણ મેં આપી દીધું અને મારા મનને ભાર ઉતરી ગયે. મને આનંદ અને સંતોષ થયો.
ગુરૂદેવના ચરિત્રને ગુરૂદેવ તરફની પૂર્ણ લાગણીથી પ્રેરાઈને સર્વાગ સુંદર, રસપ્રદ અને વિધવિધ જીવનપ્રસંગેથી મધમધતું બનાવવા માટે કુલચંદભાઇ મહુવાકરને ખરેખર ધન્યવાદ ઘટે છે.
મારા વચનને માન્ય રાખી જૈન સમાજના પીઢ અને વિદ્વાન કાર્યકર શ્રી જૈન છે. કોન્ફરન્સના ઉપપ્રમુખ અને શ્રી જૈન સ્વયંસેવક મંડળના પ્રાણસમા શ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ ગુરૂદેવની જીવનપ્રભાની પ્રસ્તાવના હપૂર્વક લખી આપી છે તે માટે તેમને પણ ખરેખર ધન્યવાદ ઘટે છે.
આ જીવન પ્રભાના પ્રકાશન માટે જે જે ગુરૂદેવના ભક્તોએ સહાયતા કરી છે તે સૌને ધન્યવાદ ઘટે છે.
પૂજ્ય ગુરૂદેવના ચરિત્રમાંથી સૌ બહેન ભાઈઓ પ્રેરણું મેળવી પિોતાના જીવનને ઉજાળે એ જ અભ્યર્થના.
શ્રી મહાવીરસ્વામી દેરાસરજી ઉપાશ્રય,
પાયધુની મુંબઇ ૩. સં. ૨૦૦૯નાશ્રાવણ વદી ૭ને ગુરૂવાર
ગરદેવના નિર્ણણી અંતેવાસી
ગુલાબસુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com