________________
અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણા પેઠે વણુતા ગયા. પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી તે, છેદ, શાસ્ત્રો અને તત્વજ્ઞાન વગેરે ખૂબ શીખવ્યું અને મારો બેડો પાર થઈ ગયા. આ બન્ને ગુરૂદેવો મારા મહેપારી હતા. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી હું મારી આત્મપરિણતી શાંત અને ધર્મ ભાવનામાં રાખી શકે. મારી નબળી બળી તબીયત છતાં મારા ગુરૂદેવ મારી રક્ષા કરતા અને કરે છે. મેં ગુરૂદેવ શ્રી છનધિસૂરિજીને કઈ કઈ સમયે અજ્ઞાનપણે અશાતા ઉપજાવી હશે પણ એ કપાસિંધુએ તો મારા તરફ અમદષ્ટિ જ વરસાવી છે. મારી તે ભાવના છે કે મારા પૂજય ગુરૂવર્યના પૂણ્ય પ્રતાપે મારું જીવન છેલ્લી ઘડી સુધી સમાધિપૂર્વક શાંતિમાં પસાર થાઓ.
૩૩ વર્ષ મેં ગુરૂદેવની સેવા કરી અને ગુરૂદેવની દીર્ઘતપશ્ચર્યા, યોગદષ્ટિ, પુણ્ય પ્રભાવ, ધર્મપ્રભાવનાની તમન્ના, ભકિકતા તથા શાસનના ઉદ્યોતની ઝંખના તેમ જ ગુરૂદેવશ્રી મોહનલાલજી મહારાજના નામને ઉજવળ કરવા માટેની તાલાવેલી વિગેરે ઉદાત્ત ભાવનાથી મારા જીવનમાં જ્ઞાન અને સેવાનો પ્રકાશ પથરાયો.
આવા પુયરાશિ ગુરૂવર્યની હું તેમનાં જીવનના અંત સુધી સેવા કરી શકો. તેથી મારી જાતને કૃત્ય કૃત્ય માનું છું. ગુરૂદેવ તો એમ જ કહેતા “ગુલાબ ! મારા તરફ મેહ ન રાખતા. જિનેશ્વરના માર્ગમાં મસ્ત રહેજે.”
એ મારા તે પરમ પ્યારા ગુરૂદેવ હતા. તેમની જીવનપ્રભા પહેલા પ્રકાશિત કરવામાં આવી હતી પણ એ શાંતમૂતિ, તનિધિ ગુરૂદેવના સ્વર્ગવાસ પછી ઘણું ઘણા ભક્તજનોએ તેમના ચરિત્રની માંગણી કરી. ગુરૂભક્ત શ્રી હરિચંદભાઈ માણેકચંદ તેમજ શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ જે. પી. વગેરેની તે માટે ખાસ ભાવના હતી. અને શ્રી મહાવીર-સ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ એ ભાવના વધાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com