________________
પ્રગટ થાય તેમજ હમારા વશમાં પણ પ્રગટે તેવી સહાયતના કરો તથા સદા એક વખત કચેરીમાં પધારી હુમાને આપના દર્શન દેવાની કૃપા કરો આચાય મહારાજે પણ લાભ જાણી વર્તમાન જોગ પૂર્વક સંમતિ આપી ઉપાશ્રયે પધાર્યા તથા સદા ધમ દેશનાં વડે શાશનની પ્રભાવના કરવા લાગ્યા, એ બનાવ દેખી કાજીએ ઇર્ષાથી કાઇ વખત બાદશાહને કહી રાજ્ય મહેલનુ પાણી જાવાના નાળામાં ગુપ્ત ભણે એક બકરી રાખીને પછી પરીક્ષા કરવા વાસ્તે તેજ રસ્તે આચાર્ય મહારાજને ખોલાવ્યા, આચાર્ય મહારાજ પણ ઉપયોગ પૂર્વક ત્યાં આવ્યા, અને તે નાળા પાસે સ્થંભ્યા ત્યારે બાદશાહે પુછ્યુ કે કેમ સ્થંભ્યા આચાર્ય મહારાજે કહ્યું અત્રે આ શીલા નીચે જીવે છે ત્યારે બાદશાહે પુછ્યું કેટલા છે? આચાર્ય મહારાજે કહ્યું ત્રણ જીવ છે. તે વખતે કાજી ખુરા થયા અને વિચાર્યું કે બાદશાહ સમક્ષ ઓ સાધુ ખાટા હરશે કારણ કે નાળામાં મે એકજ બકરી રાખેલી છે. પછી શીલા ઉપાડીને જોયુ તે તેમાંથી ગુરૂના કહેવા પ્રમાણે ત્રણ જીવા નીકળ્યા કેમ કે તે બકરી સગર્ભા હતી અને ગરમીને લીધે એ બચ્ચાંને જન્મ આપ્યો હતો.
આ બનાવ જોઇને બાદશાહ ખુશી થયા અને કાળ જુઠ્ઠો પડયા વળી કાજીએ પેાતાનુ જાણપણું બતાવવા માટે પોતાની ટોપી મંત્ર બલથી આકાશે ઉડાડી અને કહ્યું કે તમારામાં સામર્થ્ય હોય તો આ ટાપી લાવી આપે ત્યારે આચાર્ય મહારાજે જૈનધર્મની ન્યુનતા ન થાય તે માટે. એક રો હરમંત્રી આકાશે મુકયેા તે કાજીની ટોપીને મારતા મારતા નીચે લાવ્યા તે જોઇ સઘલા લેકા ચકીત થયા અને કાજી ઘણા શરમીં થયા.
વળી એક વખત તે કાજીએ ગાચરીએ ગએલ આચાર્ય મહારાજના કાઇ એક શિષ્યને ભુલથાપ દઇને પુછ્યું કે મહારાજ આજે તે પુનમ છે ને? મુનીએ ભુલથી હા કહી દીધી ત્યારે કાજીએ સર્વ લેક સમક્ષ કહ્યું જી આજે અમાવાસ્યા છે છતાં આ જૈનસાધુ પુનમ કહે છે. મુની પોતાની ભુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com